મંત્રીઓનો દરોડામુડ: જગદીશ વિશ્વકર્માએ દરોડો પાડ્યો, કર્મચારીઓને ઝાટકણી કાઢી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં વધુ એક મંત્રીએ સરકારી કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરતા સરકારી કર્મચારીઓની નિંદર હરામ થઇ ગઇ છે. આરામથી 12 વાગ્યે પહોંચતા કર્મચારી અને અધિકારીઓ દોડતા થયા છે. આજે રાઘવજી પટેલ બાદ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ જીલ્લા રજીસ્ટ્રાર કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ સહકાર વિભાગની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેતા કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થયા હતા. સમયસર કચેરીએ ન પહોંચેલા કર્મચારીઓનો પણ રિપોર્ટ જગદીશ વિશ્વકર્માએ માંગ્યો હતો.

નવી સરકાર રચાયા બાદ સમગ્ર સરકાર એક્શનમોડમાં
નવી સરકાર રચાયા બાદ સમગ્ર સરકાર એક્શન મોડમાં છે. શપથગ્રહણ કર્યા પછીથી તમામ મંત્રીઓ એક્ટિવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ પણ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સરકારી અધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી હતી. જેમાં વડાપ્રધાને સરકાર કઈ રીતે કામ કરશે તે અંગે સૂચન કર્યું હતું. સરકારના મંત્રીઓએ વડાપ્રધાને સૂચવેલ સલાહ અને સૂચવેલા નિયમો મુજબ કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાત સરકારના તમામ મંત્રીઓને પીએમ મોદીએ આપી હતી એક સલાહ
ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ચુકી છે. મંત્રીઓને પણ સોમથી ગુરૂ ન માત્ર કાર્યાલયમાં પરંતુ ટાઇમ ટુ ટાઇમ એટલે કે 10 થી 6 વાગ્યા સુધી હાજર રહેવા માટેની સુચના આપવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ પણ બે સ્થળો પર અચાનક મુલાકાત લઇને અધિકારીઓથી માંડીને કર્મચારીઓને તાકીદ કરી ચુક્યા છે. રાઘવજી પટેલ ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. જે બાદમાં હવે કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીએ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.જ્યારે જગદીશ વિશ્વકર્માએ પણ આજે અચાનક મુલાકાત લઇને સૌને ચોંકાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ વિશ્વકર્મા કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠું ઉદ્યોગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગો, માર્ગ અને મકાન, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના રાજ્ય-સ્તરના મંત્રી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT