ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મંત્રી અને અધિકારીઓને મળતી ભેટ-સોગાદના નિયમમાં બદલાવ

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: 10 વર્ષ બાદ મંત્રી કે સરકારી કર્મચારીને મળતી ભેટ સોગાદ મામલે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંત્રી કે સરકારી કર્મીઓ ફરજ દરમિયાન 5 હજાર સુધીની ભેટ-સોગાદ અને જો વિદેશી હોય તો 10 હજાર સુધીની  ભેટ-સોગાદ રાખી શકશે. આનાથી વધુ કિંમતની ભેટ સોગાદો હશે તો સરકારને નક્કી કરેલી રકમ ચૂકવવાની રહેશે.

તોશાખાના નિયમો,2024 મુજબ મહત્વની ફેરફાર

2014ના નિયમ પ્રમાણે અગાઉ એક હજાર રૂપિયા સુધીની ભેટ-સોગાદો ફરજ દરમિયાન રાખી શકતા હતા. એ નિયમમાં ફેરફાર કરી હાલમાં તોશાખાના નિયમો,2024 મુદ્દે નાણાં વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત હવે એક હજારથી વધારીને 5 હજાર રૂપિયા સુધીને ભેટ-સોગાદ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

1

ADVERTISEMENT

2

3

5

જમા વસ્તુઓ-ભેટનો નિકાલ કેવી રીતે કરાશે?

પરિપત્ર મુજબ, તોશાખાનાની વસ્તુઓ, ભેટ/વેચાણ આપવા અથવા બીજા કોઇ હેતુ માટે જરૂરી ન હોય અથવા સંગ્રહાલય કે બીજા સ્થળોએ ઉપયોગ માટે લોન પર આપવા અથવા મુળ વસ્તુ જમા કરાવનાર વ્યકિત ઉપર્યુકત શરતોએ વસ્તુઓ લેવા માંગતા ન હોય તો તે વસ્તુઓ કાયમી વ્યવસ્થાના ભાગરૂપે વર્ષમાં રાષ્ટ્રીય પર્વ અથવા મહત્વના રાષ્ટ્રીય દિવસો અથવા અન્ય દિવસોના નજીકના સમયગાળામાં ઇ-હરાજી/વેચાણથી નિકાલ કરવામાં આવશે. તોશાખાનાની ચીજ-વસ્તુઓની ઇ-હરાજી/વેચાણ બાદ ઈ-પેમેન્ટથી મળેલ રકમ જમા થયાની ખાતરી કર્યા બાદ ખરીદનારને વસ્તુઓ સોંપવામાં આવશે. આ રીતે મળેલ રકમ ઈ-પેમેન્ટ દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. (ગરવી) દ્વારા ત્રિ-માસિક ધોરણે જમા કરાવવાની રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT