જૂનાગઢમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મંત્રીએ ભાંગરો વાટ્યો, બોલ્યા- ભારત 1997માં આઝાદ થયો
જૂનાગઢ: આજે દેશભરમાં 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે જુનાગઢમાં (Junagadh) પણ આજે કેશોદ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા…
ADVERTISEMENT

જૂનાગઢ: આજે દેશભરમાં 76મા સ્વતંત્રતા દિવસની (Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે જુનાગઢમાં (Junagadh) પણ આજે કેશોદ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી તથા વાહન વ્યવહાર અને યાત્રાધામ વિકાસ બોર્ડના મંત્રી અરવિંદ રૈયાણીએ (Arvind Raiyani) ધ્વજવંદન કર્યું હતું. જોકે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા મંત્રીની જીભ લપસી હતી. તેઓ સ્ટેજ પરથી 1947ની જગ્યાએ 1997માં દેશ આઝાદ થયો એમ બોલી ગયા હતા.
વાંચીને ભાષણ આપવા છતાં મંત્રીએ ભાંગરો વાટ્યો
જુનાગઠના કેશોદ ખાતે આદર્શ નિવાસી શાળામાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યા બાદ મંત્રી અરવિંદ રૈયાણીએ જનસભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેઓ બોલ્યા કે, ‘1997માં ભારત દેશ આઝાદ થયો હતો અને દાયકાઓ સુધી આપણા દેશને આઝાદ કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ લડત ચલાવી હતી.’ સ્ટેજ પરથી મંત્રીએ ભારત 1997માં આઝાદ થયાનું બોલતા જ લોકો ચોંકી ઉઠ્યા હતા. હકીકતમાં મંત્રી રૈયાણી વાંચીને ભાષણ બોલી રહ્યા હતા, છતાં આ પ્રકારે ભાંગરો વાટતા લોકોમાં ચર્ચાનું કારણ બન્યા હતા.
ADVERTISEMENT

જૂનાગઠમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી
નોંધનીય છે કે, 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જુનાગઢના કેશોદમાં મંત્રી અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સાથે જ દેશના નાગરિકોને પણ સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી હતી. આ સાથે જ તેમણે ખુલ્લી જીપમાં સુરક્ષાદળોની સલામી ઝીલીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મંત્રી રૈયાણીએ વૃક્ષારોપણ ઓક્સિજન રથનું પ્રસ્થાન કરાવી જુનાગઢ વાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. તથા કેશોદ તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ.25 લાખનો ચેક કલેક્ટરને આપ્યો હતો.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ:ભાર્ગવી જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT