‘માવઠા બાદ હવે ગુજરાતમાં ઝાકળ વર્ષાનો રાઉન્ડ થશે શરૂ’, હવામાન નિષ્ણાંત Paresh Goswamiની આગાહીથી ખેડૂતો ચિંતામાં
Weather Expert Paresh Goswami’s Forecast: ગુજરાતના લોકપ્રિય તહેવારોમાંથી એક ઉત્તરાયણની રંગચંગે ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અડધુ ગુજરાત ધાબાં ઉપર જોવા…
ADVERTISEMENT
Weather Expert Paresh Goswami’s Forecast: ગુજરાતના લોકપ્રિય તહેવારોમાંથી એક ઉત્તરાયણની રંગચંગે ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે અડધુ ગુજરાત ધાબાં ઉપર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગના દાવપેચ લગાવતા પતંગરસિયાઓ જોવા મળ્યા હતા. આ વખતે ઉત્તરાયણ પર પવન સારો હોવાથી પતંગરસિકોને મજા પડી ગઈ હતી. ઉત્તરાયણ બાદ હવે હવામાનમાં કેવા ફેરફારો થશે તે અંગે ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેઓએ ઝાકળ વર્ષામાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
આવતીકાલે હવામાનમાં આવશે પલટોઃ પરેશ ગોસ્વામી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આગામી 4 દિવસ માવઠાની શક્યતાઓ નથી. આવતીકાલે એટલે કે 17મી જાન્યુઆરીથી હવામાન પલટો આવી શકે છે. 17, 18 અને 19 તારીખ દરમિયાન મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. પરંતુ આ દરમિયાન ઝાકળ પડી શકે છે.
‘ઝાકળના કારણે ખેતીમાં પણ થઈ શકે છે નુકસાન’
ઝાકળ વર્ષાની આગાહી કરતા તેઓએ જણાવ્યું કે, આગામી 19મી જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે ઝાકળ વર્ષા થઈ શકે છે. આ ઝાકળ વર્ષાની શિયાળું પાક પર માઠી અસરો પડી શકે છે. ભારે ઝાકળ વર્ષાના કારણે ખેતીમાં પણ નુકસાન ભોગવવું પડી શકે
ક્યાં વિસ્તારોમાં થશે ઝાકળ વર્ષા?
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા અને કચ્છના ભાગોમાં ભારે ઝાકળ વર્ષા જોવા મળશે. તો અમદાવાદથી રાજકોટ સુધીના વિસ્તારમાં પણ વહેલી સવારે ઝાકળ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વધુ અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT