એ લપેટ…. કાયપો છે: પતંગરસિયાઓને પડી જશે મોજ, ઉત્તરાયણ પર પવનને લઈને અંબાલાલની આગાહી
Predictions of Ambalal Patel: સામાન્ય રીતે માગશર એટલે કડકડતી ઠંડીનો મહિનો ગણાય છે. માગશરમાં લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ જાય છે. સામાન્ય જનજીવન પણ ભારે ઠંડીના…
ADVERTISEMENT
Predictions of Ambalal Patel: સામાન્ય રીતે માગશર એટલે કડકડતી ઠંડીનો મહિનો ગણાય છે. માગશરમાં લોકો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈ જાય છે. સામાન્ય જનજીવન પણ ભારે ઠંડીના કારણે અમુકઅંશે પ્રભાવિત થાય છે. આ તો જાણે કે કુદરતનો એક ક્રમ છે, જોકે હવે કુદરતે પણ તેનો નિયમ બદલ્યો હોય તેમ એક પછી એક તેની કરામત દેખાતી રહી છે. લોકોએ એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે. જોકે, હાલ ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં હાડથીજવતી ઠંડી પડશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો કરી ચૂક્યા છે.
પતંગરસિકો માટે જોરદાર સમાચાર
તેવામાં હવે ઉત્તરાયણના પવનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે, આ વખતે પતંગરસિકો માટે જોરદાર સમાચાર છે. ઉત્તરાયણના દિવસે ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. એટલે કે એમ કહી શકાય કે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેશે.
ઠંડીમાં પણ થશે વધારોઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ ઠંડીમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં આગામી 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડશે. તો આવતા મહિને રાજ્યમાં કમોસમી માવઠું પણ પડી શકે છે.
ADVERTISEMENT
કેટલાક ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ
કમોસમી માવઠાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે. આગામી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. તો 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
ADVERTISEMENT