હવામાન વિભાગની મોટી આગાહી, જાણો આવતીકાલે કેટલા વાગ્યે ટકરાશે વાવાઝોડુ? 150 કિમીની ઝડપે ફૂૂંકાશે પવન
ગાંધીનગર: ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર પણ વાવાઝોડાને લઈ ખડેપગે છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડુ લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે તંત્ર પણ વાવાઝોડાને લઈ ખડેપગે છે. આ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડુ લેન્ડફોલ થઈ શકે છે. આ દરમિયાન ચક્રવાત હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ત્યારે હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે, વાવાઝોડુ માંડવી અને કરાચી વચ્ચે આવતીકાલે બપોરે જખૌ બંદરે લેન્ડફોલ થઈ શકે છે.
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં રાહતની કામગીરી શરૂ થઈ ચૂકી છે. NDRF અને SDRF બંનેની ટીમો તૈનાત છે. આ દરમિયાન હવે રાજ્ય માટે આગામી 36 કલાક ખૂબ ભારે ગણવામાં આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ વાવાઝોડાને લઈ જણાવ્યું કે, વાવાઝોડાને લઈ 125 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવોથી ભારે વરસાદ પડશે.
આ જિલ્લાઓને થશે વધુ અસર
વાવાઝોડુ માંડવી અને કરાચી વચ્ચે આવતીકાલે બપોરે જખૌ બંદરે લેન્ડફોલ થઈ શકે છે. ત્યારે આવતી કાલે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડુ 15મીએ સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા, જામનગર, મોરબી અને આસપાસના જિલ્લાઓને સૌથી વધુ અસર થશે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: દુર્ગેશ, મહેતા/ ગાંધીનગર )
ADVERTISEMENT