Uttarayan 2024 : ઉત્તરાયણના દિવસે કેવો હશે પવન, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather News : ઉત્તરાયણના અનુસંધાને રાજ્યમાં કેવું હશે વાતાવરણ આ અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5…
ADVERTISEMENT
Gujarat Weather News : ઉત્તરાયણના અનુસંધાને રાજ્યમાં કેવું હશે વાતાવરણ આ અંગે હવામાન વિભાગે જાણકારી આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમામ સૂકું રહેશે. જ્યારે નલિયામાં 6.4 , અમદાવાદ 16.5 અને ગાંધીનગર 13.4 તાપમાન નોંધાયું છે.
પતંગરસીકો માટે ખાસ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે પતંગરસીકો ખાસ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે સારો પવન જોવા મળશે. તે દિવસે પવનની ગતિ ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.
ઉતરાયણ પણ અંબાલાલા પટેલની આગાહી
ઉતરાયણ પણ અંબાલાલા પટેલે આગાહી કરી છે કે, તે દિવસે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
ADVERTISEMENT
ઉત્તરાયણ પર્વને લીધે મેટ્રો સર્વિસનો સમયગાળો વધરવામાં આવ્યો
મકરસંક્રાતિ અમદાવાદમાં ધામધૂમથી ઉજવાય છે માટે આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સર્વિસ પણ વધારી દેવાઇ છે.ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT