હવામાન વિભાગે કહ્યું કાલ કરતા આજે થશે ભયાનક વરસાદ, IPL અંગે અંબાલાલ કાકાએ કરી ભયાનક આગાહી

ADVERTISEMENT

IPL Final match cancel
IPL Final match cancel
social share
google news

IPL Final 2023 GT vs CSK Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઇનલ મેચ આજે 29 મે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજીત થવાની છે. 28 મે દરમિયાન વરસાદના કારણે ફાઇનલની મેચ ધોવાઇ ગઇ હતી. આઇપીએલના ઇતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડેના દિવસે મેચ થવા જઇ રહી છે. આ જોવા માટે સેંકડોની સંખ્યામાં દર્શકો પણ સતત બીજા દિવસે પણઉમટી પડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મેચ રદ્દ થવાના કારણે ચેન્નાઇના સેંકડો ચાહકો રેલવે સ્ટેશન અને સ્ટેડિયમની બહારના પ્લેટફોર્મ સહિત સુઇ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે IPL 2023 Final today 29 May, CSK vs GT Match Time, Teams, Weather, Live Updates આવી રહ્યા છે. જો કે હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 એમએમ પ્રતિ કલાક વરસાદ પડી શકે છે. જ્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આવી શકે છે. હવામાન વિભાગના અનુસાર અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. જો આજે પણ હવામાન વિભાગના કહ્યા અનુસાર વરસાદ પડશે તો ગુજરાત ટાઇટન્સને નિયમાનુસાર વિજેતા જાહેર કરી દેવામાં આવશે.

ADVERTISEMENT

જો કે બીજી તરફ બંન્ને ટીમોહાલ ખુલ્લા વાતાવરણમાં પ્રેક્ટિસ કરી રહી છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સના બંન્ને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા પણ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. શુભમન ગીલે પણ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તમારી મેચની ટિકિટ સાચવી રાખજો. કાલે આપણે મળી રહ્યા છીએ.

ADVERTISEMENT

ADVERTISEMENT

હાલ તો દર્શકો વહેલી સવારથી જ સ્ટેડિયમ ખાતે પહોંચવા લાગ્યા હતા. બહારથી આવેલા દર્શકો આજે મેચ થઇ જાય અને વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉળ્લેખનીય છે કે, હવામાન વિભાગ કરતા પણ સચોટ આગાહી કરતા અંબાલાલ પટેલ દ્વારા પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો અંબાલાલ પટેલની આગાહી હંમેશા સાચી પડતી હોય છે. જો આ આગાહી સાચી માનીએ તો આજે પણ મેચ યોજાય કે કેમ તે અંગે સંશય છે.

    follow whatsapp

    ADVERTISEMENT