5 દિવસ ભારે વરસાદની આગાહીઃ NDRFની 7 ટીમો તૈનાત, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Gujarat Rain update: ગુજરાતમાં ચોમાસાનું જોર ધીરે-ધીરે વધી રહ્યું છે. હજુ પણ રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક બફારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો બે દિવસ વાદળછાયું વાતાવરણ અને ગઈકાલે વરસાદ પડ્યા બાદ આજે સૂર્ય નારાયણ ભગવાનના દર્શન થયા છે.
ADVERTISEMENT
Gujarat Rain update: ગુજરાતમાં ચોમાસાનું જોર ધીરે-ધીરે વધી રહ્યું છે. હજુ પણ રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક બફારો અનુભવાઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો બે દિવસ વાદળછાયું વાતાવરણ અને ગઈકાલે વરસાદ પડ્યા બાદ આજે સૂર્ય નારાયણ ભગવાનના દર્શન થયા છે. જોકે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
5 દિવસ ફૂંકાશે ભારે પવનઃ રામાશ્રય યાદવ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન વિશે જણાવતા કહ્યું છે કે, આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી તેઓ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
ભારે વરસાદ ની ચેતવાણી #gujarat #weather #WeatherUpdate DAY1-3 pic.twitter.com/reSLYKvnp7
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 25, 2024
26 અને 27 જૂને આ વિસ્તારમાં વરસાદની આગાહી
તેમણે જણાવ્યું છે કે, આજે એટલે કે 26 જૂનના રોજ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 27 જૂનના રોજ પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આખા રાજ્યમાં ભારે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
ADVERTISEMENT
28 જૂને આ જિલ્લાઓમાં યલો એલર્ટ
28 જૂને છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની શક્યતા છે. 29 જૂને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
NDRFની 7 ટીમ ડિપ્લોય કરાઈ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં NDRFની કુલ 7 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, રાજકોટ, નર્મદા અને વલસાડ ડિપ્લોય કરવામાં આવી છે.
ADVERTISEMENT