મોસમ બનશે મુસીબત! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી કમોસમી વરસાદનું સંકટ, જુઓ શું કહે છે હવામાન વિભાગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Unseasonal rain forecast in Gujarat: રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ રહી હોય તેવા સમયે કમોસમી વરસાદની આગાહીએ લોકોને ડઘાવી દીધા છે. હજુ તો શિયાળો પૂરેપૂરો જામ્યો જ નથી અને ચોમાસા સર્દશ્ય માહોલની સંભાવના ઊભી થઈ છે. બપોરે તો ગરમી લાગતી હોઈ જો સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ જો રાજ્યમાં વાતાવરણ પલટાઈ જશે તો ડબલ સિઝનના બદલે ઠંડી-ગરમી અને વરસાદ એમ ટ્રિપલ સિઝન છવાઈ જશે.

28 નવેમ્બર સુધી રહેશે વરસાદી માહોલ

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં મંગળવાર સુધી એટલે કે 28 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાનો છે. આ ઉપરાંત આજે એટલે કે 25 અને 26 નવેમ્બરના રોજ અનેક વિસ્તરામાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયો છે.

ધરતીપૂત્રો રીતસરના ચિંતામાં

ગુજરાતમાં હવે અવારનવાર ગમે તે ઋતુમાં ગમે ત્યારે કમોસમી વરસાદ પડચો હોવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. કાળી મજૂરી કરીને ધરતીપૂત્રો ખેતી કરતા હોય છે અને મહામહેનતે તેમના તૈયાર થયેલા ઉભા પાકને માવઠું રીતસર ધોઈ નાખે છે.

ADVERTISEMENT

આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આજની આગાહી વિશે વાત કરીએ તો આજે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો આ આવતીકાલે એટલે કે 26 નવેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 27 નવેમ્બરે ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા-નગર હવેલીમાં વરસાદ થઈ શકે છે.

ખેડૂતોએ જરાય ચિંતા કરવાની જરૂર નથીઃ રાઘવજી પટેલ

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકીને તેવી સૂચના આપવામાં આવી છે. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ચિંતા ન કરવા જણાવ્યું છે. સાથે જ ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઉભી છે તેવું આશ્વાસન પણ આપ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT