WEATHER FORECAST: રાજ્યમાં આકરા તાપની ચેતવણી, આ જિલ્લામાં હિટવેવની આગાહી સાથે યલો એલર્ટ
Gujarat WEATHER FORECAST: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આકાર તડકાઓ પડી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે
ADVERTISEMENT
Gujarat WEATHER FORECAST: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આકાર તડકાઓ પડી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ માટે રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ તે વિસ્તારોને યલો એલર્ટ આપ્યું છે. સાથે બાકીના ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકુ રહેશે. અઅ ઉપરાંત તાપમાન વિશે વાત કરવામાં આવે તો આગામી દિવસમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી વધી શકે છે.
રાજ્યમાં આગ ઝરતી ગરમી પડશે
હવામાન વિભાગે પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય જૂનાગઢ અને કચ્છમાં પણ આગ ઝરતી ગરમી પડશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. 11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પારને પહોંચ્યો છે. હીટવેવની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ આપ્યું છે. જેને લઈ સરકારે તમામ DEOને જરૂરી પગલા લેવા આપી સૂચના આપી છે. DEOએ સ્કૂલ આચાર્યોને પરિપત્ર જાહેર કર્યો છે. સ્કૂલોના સમય ફેરફાર સહિતના પગલાં લેવા આદેશ કર્યો છે.
આ શહેરોમાં તાપમાનનો પારો 38 પાર
શહેર | તાપમાન(ડિગ્રી) |
અમરેલી | 39.8 |
રાજકોટ | 39.5 |
કેશોદ | 39.0 |
સુરેન્દ્રનગર | 38.9 |
અમદાવાદ | 38.9 |
વડોદરા | 38.6 |
ભૂજ | 38.5 |
ગાંધીનગર | 38.0 |
ડીસા | 37.8 |
ભાવનગર | 37.2 |
ADVERTISEMENT
ADVERTISEMENT