Gujarat Rain LIVE Updates: આગામી 5 દિવસ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના, જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:40 PM • 11 Jul 2024માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ ( 12 જુલાઈથી 16 જુલાઈ) માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, જેમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આ પવન 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, તેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
- 06:38 PM • 11 Jul 2024Rain In Gujarat: વડીયા પંથકમાં ધોધમાર વરસાદ
વડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વડીયાના બરવાળા બાવળ, ઉજળા, ખાન ખીજડીયા ગામે વરસાદ પડ્યો છે. જેના કારણે અન્નદાતાઓ ખુશ-ખુશ થઈ ગયા છે. વડીયા શહેરમાં 22 મી.મી. વરસાદ પડ્યો છે.
- 01:56 PM • 11 Jul 2024Rain In Gujarat: ગીર પંથકમાં વરસાદ શરૂ
અમરેલી જિલ્લામાં ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે ખાંભા ગીરના નાનુડી, દીવાનના સરાકડીયા સહિત ગામોમાં વરસાદ શરૂ થતાં જગતનો તાત ખુશ ખુશાલ થઈ ગયો છે. વાવણી બાદ બીજા રાઉન્ડમાં વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ-ખુશ જોવા મળી રહ્યા છે.
- 12:14 PM • 11 Jul 2024Rain In Gujarat: અંબાલાલ પટેલે મોટી આગાહી કરી
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતીઓએ ગરમી સહન કરવી પડશે. જોકે, 16 જુલાઇ બાદ મેઘરાજા ફરી મહેરબાન થશે.
- 12:11 PM • 11 Jul 2024વેણુ-2 ડેમમાં નવા નીર આવ્યા
ભારે વરસાદના કારણે ઉપલેટાના વેણુ-2 ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલમાં ત્રણ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. નવા નીરની આવકથી વેણુ-2 ડેમની જળસપાટી અત્યારે 46.72 ફૂટે પહોંચી છે. અત્યારે ડેમમાંથી 1963 ક્યૂસેક પાણીની આવક છે.
- 09:57 AM • 11 Jul 2024Rain In Gujarat: વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ
આજ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બે કલાકમાં જ સુરત શહેરમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ પડતા રસ્તા પાણી-પાણી થઈ ગયા છે. તો ભરૂચ અને વલસાડમાં પણ વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો સુરત શહેરમાં 19 મિમિ, અંકલેશ્વરમાં 9 મિમિ, હાંસોટમાં 9 મિમિ, કામરેજમાં 8 મિમિ, ઝઘડિયામાં 6 મિમિ વરસાદ નોંધાયો છે.
- 09:46 AM • 11 Jul 2024Gujarat Today Forecast: આજે અહીં પડશે વરસાદ
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
- 09:43 AM • 11 Jul 2024Rain In Gujarat: 24 કલાકમાં 47 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો 24 કલાકમાં માત્ર 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદમાં નોંધાયો છે. બોટાદમાં છેલ્લા 24 કલાકમાં 47 મિમિ વરસાદ પડ્યો છે. તો દસાડામાં 40 મિમિ, ટંકારામાં 29 મિમિ, બોડેલીમાં 18 મિમિ, ભાણવડમાં 14 મિમિ વરસાદ વરસ્યો છે.
- 09:42 AM • 11 Jul 2024Rain In Gujarat: સિઝનનો 25 ટકા વરસાદ નોંધાયો
Rain In Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસાદની આ સિઝનનો કુલ સરેરાશ 25 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 35.44 ટકા, કચ્છ ઝોનમાં 34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 17.78 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 16.39 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT