Gujarat Rain LIVE Updates: આજે કચ્છમાં ગાજવીજ સાથે પડશે વરસાદ, જાણો અન્ય જિલ્લાઓમાં કેવી રહેશે સ્થિતિ
Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
ADVERTISEMENT

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 07:39 PM • 08 Jul 2024ભુજ બસ સ્ટેશનમાં પાણી-પાણી
ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા

- 05:53 PM • 08 Jul 2024રાજુલા પંથકમાં વરસાદી માહોલ
રાજુલા પંથકના 4 દિવસ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. રાજુલાના ડુંગર, મોંરંગી, માંડળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોંરંગીમાં ધોધમાર વરસાદને પગલે રોડ પાણી-પાણી થઈ ગયા છે. ખેડૂતોએ વાવણી કર્યા બાદ ફરી વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે.
- 04:34 PM • 08 Jul 20248 કલાકમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં નોંધાયો છે. પારડીમાં 16 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં 16 મિમિ, વાઘાઈમાં 15 મિમિ, વાપીમાં 15 મિમિ, માલપુરમાં 11 મિમિ, મુન્દ્રામાં 9 મિમિ, ડાંગમાં 9 મિમિ, જસદણમાં 8 મિમિ, ઉમરગામમાં 8 મિમિ વરસાદ નોંધાયો છે.
- 04:31 PM • 08 Jul 2024Rain In Gujarat: ધોરાજીના ખેડૂતો ખુશ-ખુશ
જુલાઈના પ્રારંભમાં જ સારા વરસાદને કારણે ધોરાજી અને આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ધોરાજીથી પસાર થતી તમામ નદીઓ અને ચેક ડેમ ભરાઈ ગયા છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વર્ષે ગત વર્ષ કરતાં વહેલા અને વધુ વરસાદ થયો છે. ખેડૂતોએ જે કપાસ, મગફળી, સોયાબીન અને ચણા જેવા પાકોનું આગોતરું વાવેતર કર્યું હતું તેને આ વરસાદ ખૂબ જ ફાયદાકારક થયો છે.
- 02:57 PM • 08 Jul 2024Rain In Gujarat: આવતીકાલે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો 9 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી, દમણ અને અરવલ્લીના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
- 02:04 PM • 08 Jul 2024Rain In Gujarat: અંબાલાલ પટેલે કરી આગાહી
Rain In Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલ વીજળી પરથી રાજ્યમાં કેટલો વરસાદ પડશે તેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, અષાઢી બીજના દિવસે પૂર્વ દિશામાં વીજળી થઈ હતી. જેથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ છે. આગામી 8, 9 અને 10 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.
- 10:53 AM • 08 Jul 202424 કલાકમાં 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો 24 કલાકમાં 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ વાપીમાં નોંધાયો છે. વાપીમાં 24 કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો છએ. જ્યારે જોટાણામાં 1 ઈંચ અને વિરમગામમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ દેત્રોજ, ડાંગ,આહવા, સુબિર તથા મહેસાણા, કપરાડા અને ચોર્યાસીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
- 10:12 AM • 08 Jul 2024Rain In Gujarat: ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલો પડ્યો વરસાદ?
ગુજરાતમાં ઝોન વાઈઝ કેટલો નોંધાયો વરસાદ? (સ્રોત SEOC, ગાંધીનગર)
વિસ્તાર વરસાદ સૌરાષ્ટ્ર 30.21% દક્ષિણ ગુજરાત 26.64% કચ્છ 25.63% ઉત્તર ગુજરાત 15.70% પૂર્વ મધ્ય 15.01% સમગ્ર ગુજરાત 23.01% - 09:58 AM • 08 Jul 2024આવતીકાલે ક્યાં પડશે વરસાદ?
આવતીકાલે ગુજરાતના કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ખાતે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

- 09:58 AM • 08 Jul 2024આજે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આજે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. તો અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

- 09:57 AM • 08 Jul 2024Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું
Rain In Gujarat : ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. વર્તમાન સમયમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદ તો રહેશે પરંતુ અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT