लाइव

Gujarat Rain LIVE Updates: વલસાડમાં જળબંબાકાર, અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી; હજુ પણ ભારે આગાહી

ADVERTISEMENT

Gujarat Rain Live
ગુજરાત વરસાદ
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:46 PM • 13 Jul 2024
    Gujarat Rain : ભારે વરસાદથી વલસાડ પાણી-પાણી

    ગુજરાતના અન્ય વિસ્તારોમાં હજુ સુધી ભલે ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તો મેઘાએ ભુક્કા બોલાવી દીધા છે. આજે સવારે 6થી 10 વાગ્યાના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હતા. ગણદેવીમાં ફક્ત 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળપ્રલય આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેમાં પણ વલસાડ અને નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસેલા વરસાદે ચારે તરફ પાણી જ પાણી કરી દીધું છે. વલસાડના લીલાપોરના બરૂડીયા વાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. ઘરવખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો છે. 

  • 05:04 PM • 13 Jul 2024
    Gujarat Rain : આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

    - 15 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જુલાઈના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. 

    - આ સાથે જ 16 જુલાઈના આખા ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

    - તો 17 જુલાઈના રોજ પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. 

  • 03:58 PM • 13 Jul 2024
    આવતીકાલે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

    હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે 14 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 

  • 03:01 PM • 13 Jul 2024
    Gujarat Rain : અમદાવાદમાં વરસાદ શરૂ

    અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પાલડી, એસજી હાઈવે, શિવરંજની, સેટેલાઈટ, આશ્રમ રોડ, સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  

  • ADVERTISEMENT

  • 01:05 PM • 13 Jul 2024
    નવસારીનું ખરસાડ ગામ બેટમાં ફેરવાઈ

    ભારે વરસાદના કારણે નવસારીનું ખરસાડ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના મુખ્ય રસ્તાઓ પર ગળાડૂબ પાણી ભરાયા છે. પરિણામે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. 

  • 10:36 AM • 13 Jul 2024
    Gujarat Rain : વલસાડમાં ધમાકેદાર બેટિંગ

    છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ વલસાડમાં ધમાકેદાર બેટિંગ કરી છે. 24 કલાકમાં વલસાડમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.  તો ગણદેવી અને ખેરગામમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે વલસાડના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો થયો છે. 

  • ADVERTISEMENT

  • 10:33 AM • 13 Jul 2024
    આજે આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

    IMDએ આજે ​​21 રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આસામ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પૂર્વ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને આંદામાન-નિકોબારમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

  • 09:48 AM • 13 Jul 2024
    Gujarat Rain : આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

    ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. 

  • 09:48 AM • 13 Jul 2024
    Gujarat Rain : 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ

    Gujarat Rain : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ 24 કલાકમાં સૌથી વધારે વલસાડમાં ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખેરગામમાં 5.5 ઈંચ, પારડી, ચીખલીમાં 4.5 ઈંચ, વાપી અને જલાલપોરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત 23 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
     

follow whatsapp

ADVERTISEMENT