નવરાત્રીમાં નહી પડે વરસાદ, અંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટ આગાહી કરવામાં આવી કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતીઓ જેની કાગડોળે રાહ જોતા હોય છે તે પર્વ છે નવરાત્રી. જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રી ટળી રહી હતી. જો કે બે વર્ષથી ભેગી થયેલો નવરાત્રીનો થનગનાટ હવે ગુજરાતીઓ આ નવરાત્રીમાં બતાવવા માટે થનગની રહ્યા છે. જો કે ગુજરાતમાં હાલ સરકારે નવરાત્રીના ભવ્ય આયોજનની જાહેરાત કરી દીધી છે. જો કે વરૂણદેવ વિલન બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

હવામાન વિભાગે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરી
ગુજરાતમાં જો કે ખેલૈયાઓએ ચિંતા કરવાની જરૂર નથી. આજે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં હાલમાં તો વરસાદની સૌથી વધારે શક્યાત છે. હાલમાં ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશન અને વરસાદી ટર્ફ સક્રિય છે. જેના કારણે હાલ વરસાદની શક્યતા છે. જો કે ચોમાસુ ત્યાર બાદ વિદાય લેશે. જેથી નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાઓ ખુબ જ ઓછી છે. ક્યાંય વરસાદ પડે તો પણ તે સામાન્ય ઝાપટું હશે. નવરાત્રી દરમિયાન છુટો છવાયો વરસાદ પડશે પરંતુ હાલ સિસ્ટમ સક્રિય છે અને જે પ્રકારે પડી રહ્યો છે તેવો વરસાદ નહી હોય. સામાન્ય વરસાદી ઝાપટું પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે ખુબ જ સામાન્ય વરસાદની શક્યતા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરૂણ દેવ અધિકારીક રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. જો કે હાલમાં જે સિસ્ટમ સક્રિય છે તે નવરાત્રી પહેલા નિષ્ક્રિય થઇ જાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહીવત્ત છે. જ્યાં વાદળું ચડે ત્યાં પડે. એટલે કે એક જગ્યાએ વરસાદ હોય પરતુ તેનાથી 200 મીટર આગળ વરસાદ ન પણ હોય તેવા ઝાપટા પડશે. જેથી નવરાત્રીની ઉજવણીમાં કોઇ ખાસ બાધા નહી આવે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT