ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ 16 અને 17 જુલાઈ ગુજરાત માટે 'ભારે', તમામ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

ADVERTISEMENT

Heavy Rain Forecast In Gujarat
ભારેથી અતિ'ભારે' વરસાદના એંધાણ
social share
google news

Heavy Rain Forecast In Gujarat: ગુજરાતના અન્ય વિસ્તારોમાં હજુ સુધી ભલે ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તો મેઘાએ ભુક્કા બોલાવી દીધા છે. આજે સવારે 6થી 10 વાગ્યાના સમયગાળામાં દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બારે મેઘ ખાંગા થયા હતા. ગણદેવીમાં ફક્ત 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળપ્રલય આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેમાં પણ વલસાડ અને નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 

જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આજે  દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં વલસાડ, વાપી, દમણ, દાદરા અને નગર હવેલી સમાવેશ થાય છે. અહીં આજે અતિભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે એટલે કે 14 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

15 જુલાઈએ આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

15 જુલાઈના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જુલાઈના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. 

16-17 જુલાઈએ આખા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

આ સાથે જ 16 જુલાઈના આખા ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

ADVERTISEMENT


તો 17 જુલાઈના રોજ પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા રમઝટ બોલાવી શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT