મહેસાણા : પોલીસના કારણે નેતાએ કરી આત્મહત્યા? PSI-ASI સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર

ADVERTISEMENT

Mehsana police case
Mehsana police case
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા : મહેસાણાના રાજકીય આગેવાનના આપઘાત કેસમાં મોઢેરા પીએસઆઇ , એસઓજીના એએસઆઈ સસ્પેન્ડ કરી દેવામાં આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર અને રાજકીય અગ્રણી એવા કિરીટ પટેલનાં આપઘાત કેસમાં મોઢેરા પીએસઆઇ અને એસઓજીના એએસઆઈને રેન્જ આઈ જીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા કરેલા હુકમને લઈને મહેસાણા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

બહુચરાજી નજીક આવેલા રણેલા ગામના અને રડેલામાં વિશાળ વિદ્યા સંકુલ ધરાવતા રાજકીય આગેવાન કિરીટભાઈ પટેલે પહેલી જુલાઈએ તેમના કોલેજના જ એક રૂમમાં ગળે ટુપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેમને લખેલી સુસાઇડ નોટમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે અમદાવાદ અને અને ઇન્દોર તેમજ દિલ્હીના પાંચ શખ્સોએ ભેગા થઈને તેમની સાથે ૨.૪૦ કરોડની છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે અનુસંધાને મોઢેરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં તેની તપાસ ચાલી રહી છે.

મોઢેરા પોલીસ સ્ટેશનમાં 15 થી વધુ વખત ફરિયાદ દાખલ કરાવવા ધરમ ધક્કા ખાઈને કંટાળી ચૂકેલા મૃતક કિરીટભાઈ પટેલે તેમની સુસાઇટ નોટમાં પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે રેન્જ આઈ.જી અભય ચુડાસમાએ ફરજમાં બેદરકારી બદલ મોઢેરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. જે. રાઠોડ તેમજ આ કેસની અગાઉ તપાસ કરી ચૂકેલા મહેસાણા એસઓજીના એએસઆઈ પારખાંનજી ઠાકોરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા નો આદેશ કરતા પોલીસ બેડામાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઘરે ટુપો ખાઈને આપઘાત કરનાર કિરીટભાઈ પટેલે મળતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં પોલીસ સામે બેદરકારીનો ગંભીર રાક્ષેપ કર્યો હતો.

ADVERTISEMENT

રાજકીય આગેવાનના બહુચર્ચીત આપઘાત પ્રકરણમાં ઇન્દોરના નિલેશ ત્રિવેદી, દિલ્હીનો હરિસ ગુપ્તા , અમદાવાદના અભિષેક શુકલા અને તેમના પત્ની કૃપાબેન શુક્લાની સાથોસાથ અમીબેન જોશીની ધરપકડ થાય તે પહેલા તેઓ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમની ધરપકડ માટે વિવિધ જગ્યાઓ પર છાપા મારી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT