BREAKING NEWS : પ્રવાસે ગયેલ મહેસાણાના વિદ્યાર્થીઓની બસને નડ્યો અકસ્માત, 2ના મોત, 21 ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana News : રાજ્યમાં દિવસેને દિવસે અક્સ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ રાજસ્થાન પ્રવાસે ગયા હતા. આ સમયે તેમને અકસ્માત નડ્યો હતો. ગુજરાતથી રાજસ્થાન ફરવા ગયેલા સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અક્સ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત અને 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ખેરાલુ સ્કૂલ બસને નડ્યો અક્સ્માત

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી સી.એન. વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા. બે બસમાં પચાસથી વધુ બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો. પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આજે સવારે હાઈવે પર એક ટ્રેલર સાથે બસ અથડાઈ હતી.

વંથલી નજીક પ્રવાસે નીકળેલી બસનો પણ થયો હતો અક્સ્માત

થોડા દિવસ પહેલા પણ જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બાળકોને પ્રવાસે નીકળેલી બસ સહિત ત્રણ વાહનો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. સ્કૂલ બસમાં સવાર 10 જેટલી વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ADVERTISEMENT

પ્રવાસ સોમનાથથી પરત ફરતો હતો

વિદ્યાર્થિઓનો પ્રવાસ સોમનાથથી પરત ફરતો હતો આ સમયે બસને અકસ્માત નડ્યો. અકસ્માતના પગલે સ્થાનિકો ઘટનાસ્થળ પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાસ્થળ પર ટ્રાફિકજામ થતા પોલીસે પહોંચી વાહનાવ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT