Nitin Patelને ગાયે અડફેટે લેવા મામલે 3 દિવસમાં કાર્યવાહી, સ્થાનિક પોલીસ પાસે ખુલાસો મગાયો
કડી: તાજેતરમાં કડી ખાતે યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને (Nitin Patel) ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા…
ADVERTISEMENT
કડી: તાજેતરમાં કડી ખાતે યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને (Nitin Patel) ગાયે અડફેટે લીધા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. હવે આ મામલે 3 દિવસમાં જ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મહેસાણાના DySPએ સ્થાનિક પોલીસ પાસેથી ખુલાસો માગ્યો છે. પોલીસને પૂછવામાં આવ્યું છે કે, તેમણે તિરંગા યાત્રાના સ્થળની મુલાકાત લઈને બંદોબસ્તની તથા રસ્તામાં ઢોર અડચણ રૂપ ન થાય તે માટે આયોજકોને માહિતગાર કર્યા હતા કે નહીં.
મહેસાણાના નાયબ પોલીસ અધિક્ષકે કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત તિરંગા યાત્રાના બંદોબસ્તના કર્મચારીઓ પાસેથી ખુલાસો માગ્યો છે. સ્થાનિક પોલીસ પાસેથી નીચે મુજબની વિગતો માંગવામાં આવી છે. આ તમામ માહિતીના જવાબ 1 દિવસમાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસને આ સવાલો પૂછાયા
ADVERTISEMENT
- ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના તા.૧૩/૦૮/૨૦૨૨ના તિરંગા યાત્રા અંગે મળેલ મેસેજ, તેને લગતી આપના દ્વાર કરેલ કાર્યવાહી.
- બંદોબસ્ત અંગે કરેલ કાર્યવાહી, સ્થળ/રૂટ વિજીટ, બંદોબસ્તની કરેલ સમીક્ષા, ઉપરી અધિકારીઓને મોકલેલ એસેસમેન્ટ રિપોર્ટ.
- તમે કરેલ સ્થળ/રૂટ વિઝિટ અન્વયે બનાવ સ્થળ વિસ્તારમાં રખડતા ઢોરો અડચણરૂપ થાય તેમ જણાઇ આવેલ હોય તો રેલીના આયોજકોને આ અંગે માહિતીગાર કર્યા હતા કે કેમ?
- પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તિરંગા યાત્રા અંગે મળેલા મેસેજ, તે લગતા સ્ટેશન ઈન્ચાર્જ દ્વારા કરવામાં આવેલી સૂચનાઓ અને તેના અનુસંધાનમાં કરેલી કાર્યવાહી.
- બંદોબસ્ત અંગે કરેલી કાર્યવાહી, સ્થળ/રૂટ વિજિટની વિગત
તિરંગા રેલીમાં ગાયે અડફેટે લેતા નીતિન પટેલને ઘૂંટણમાં ઈજા
નોંધનીય છે કે, આ ત્રિરંગા રેલીમાં ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેમાં તેમને ઢીંચણના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. જે બાદ તેમને ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાંથી તેઓ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા, જ્યાં એક્સ-રે દરમિયાન તેમના હાડકામાં ક્રેક પડી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT