Mehsana: બસ સ્ટેન્ડમાં બેઠેલા વ્યક્તિ પર આખી છત તૂટી પડી, પત્નીને તેડવા ગયેલા જમાઈનું મોત

ADVERTISEMENT

Mehsana
Mehsana
social share
google news

Mehsana News: રાજ્યમાં ક્યારેક બ્રિજ, ક્યારેક રોડ તો ક્યારેક સરકારી શાળાની છત પરથી પોપડા ખરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ વચ્ચે મહેસાણાના કડી તાલુકાના દેવુસણા ગામમાં મોડી રાત્રે બસ સ્ટેન્ડની છત ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં અંદર બેઠેલા એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. પત્નીને તેડવા માટે સાસરીમાં ગયેલા યુવક સાથે થયેલી આ ઘટનાથી પરિજનોમાં શોક પ્રસરી ગયો હતો.

વરસાદ હોવાથી બસ સ્ટેન્ડમાં બેઠો હતો યુવક 

વિગતો મુજબ, ગાંધીનગરના વાવોલ ગામના બાદત દંતાણી નામનો 38 વર્ષનો યુવક છૂટક કામ કરીને ગુજરાન ચલાવતો હતો. મંગળવારે તે પોતાની સાસરી કડીમાં આવેલા દેવુસણા ગામે પત્નીને તેડવા માટે ગયો હતો. રાતના સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાથી યુવક બસ સ્ટેન્ડની અંદર બેઠો હતો. આ દરમિયાન જ જર્જરિત બસ સ્ટેન્ડની આખી છત તૂટીને નીચે પડી હતી. જેમાં કાટમાળમાં દબાઈ જતા યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.

રાત્રે બનેલી ઘટનાની છેક સવારે જાણ થઈ

રાતના સમયે બનેલી ઘટના પર કોઈની નજર નહોતી હતી. જોકે સવારે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા પાન પાર્લર ચલાવતા દુકાન માલિક આવ્યા અને જોયું તો યુવક દટાયેલી હાલતમાં કાટમાળની અંદર દેખાયો હતો. આથી તેમણે ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદ તલાટી, સરપંચ તથા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સાસરીમાં પત્નીને તેડવા આવેલા જમાઈનું આ રીતે કરુણ મોત થતા ગ્રામજનોમાં પણ શોકની લાગણી છવાઈ હતી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT