મહેસાણામાં ફટકડા ફૂટતા ગેસના ફુગ્ગામાં થયો ભયાનક બ્લાસ્ટ, 20થી વધુ યુવતીઓ દાઝી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana News: મહેસાણા નજીક આવેલા ઊંઝાના બ્રાહ્મણવાડા ગામે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી દુર્ઘટના ઘટી હતી. મંદિરની બહાર રોડ પર ફુગ્ગા લઈને ઊભેલી યુવતીઓ નજીક ફોડેલા ફટાકડાના તણખા ઉડતા જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં ગેસના ફુગ્ગા લઈને ઊભેલી 20થી વધુ યુવતીઓ દાઝી ગઈ હતી.

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનમાં દુર્ઘટના

બ્રાહ્મણવાડા ગામે આવેલા ગણપતિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ગ્રામજનો જ નહીં પરંતુ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સવારથી હાજર રહ્યા હતા. મહોત્સવ શરૂ થતા પહેલાં મંદિર નજીક ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે સમયે ઉડેલા ફટાકડાના તણખા નજીકમાં ગેસના ફુગ્ગા લઈને ઊભેલી યુવતીઓ અને કિશોરીઓ ઉપર ઉડ્યા હતા. આ સમયે ગેસના ફુગ્ગાઓમાં એકાએક ગગન ભેદી અવાજ સાથે બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઈ હતી.

ફટાકડાના તણખાના કારણે ફુગ્ગામાં બ્લાસ્ટ

એકા એક બનેલી આગની આ ઘટનામાં 20થી વધુ યુવતીઓ અને કિશોરીઓ દાઝી જતા તેમને તાત્કાલિક મહેસાણા સિવિલ અને લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગામમાં ધાર્મિક મહોત્સવનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો. ધાર્મિક મહોત્સવ દરમિયાન બનેલી આ ઘટનામાં ગેસના ફુગ્ગા લઈને ઊભેલી યુવતીઓ અને કિશોરીઓ ભોગ બનતા તમામના પરિવારજનો ભયભીત બની ગયા હતા અને પોતાની પુત્રીઓને તાત્કાલિક સારવાર મળી શકે તે માટે ભાગદોડ કરી મૂકી હતી. મોટાભાગના પરિવારજનોનો ઘટના સ્થળે એક જ સવાલ હતો કે, અમારી દીકરી વધુ દાજી તો નથી ને. એકાએક થયેલા બ્લાસ્ટરને કારણે ઘટના સ્થળની આસપાસ ભાગદોડ મચી ગઈ હતી.

ADVERTISEMENT

ઘટના સંબંધે ગામજનો સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, મહોત્સવને રંગા રંગ બનાવવા માટે ગેસના રંગબેરંગી ફુગ્ગા ઉડાડવાનો નિર્ણય લીધો હતો અને છોકરીઓ ફુગ્ગા લઈને ઉભી હતી. આ સમયે નજીકમાં ફટાકડા ફૂટી રહ્યા હતા અને તેના તણખા ઉડતા ગેસ ભરેલા ફુગ્ગામાં બ્લાસ્ટ થયો હતો.

(કામીની આચાર્ય, મહેસાણા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT