Mehsana Gangrape: ઘરના પગથિયેથી ઉઠાવી ગયા કિશોરીને ત્રણ શખ્સો, કર્યો ગેંગરેપ અને પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mehsana Gangrape: મહેસાણાના ઉઝા તાલુકાના એક ગામની ૧૬ વર્ષની કિશોરી ઘરના પગથિયે મોડીરાત્રે મંગેતર સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી તે સમયે તેની નજીક પહોચેલા બે યુવકોએ તેનું મોઢુ દબાવીને ઘસડીને દુર લઈજઈ નજીકમાં બાઈક પર હાજર મિત્રની મદદથી ગામથી દુર ઝાડીઓમાં લઈ ગયા હતા. અહીં ત્રણે લવરમુછીયા યુવાનોએ કિશોરી પર ગેંગરેપ કરીને તેને વિસનગર રોડ પર મુકીને ભાગી જવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ કેસમાં હવે ત્રણેય આરોપીઓને પકડીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે તમામને જેલમાં ધકેલ્યા છે.

ઉંઝા તાલુકાના એક ગામની ૧૬ વર્ષની કિશોરી રાત્રે બાર વાગ્યાના અરસામાં તેના ઘરના પ્રથમ માળે જવાના પગથિયે બેસીને તેના મંગેતર સાથે મોબાઈલ પર વાત કરવામાં મશગુર હતી ત્યારે સંજય અને વિશાલ નામના બે લવરમુછીયા યુવકો તેની નજીક પહોંચ્યા હતા અને તેણી કાંઈ સમજે તે પહેલા જ તેનું મોઢુ દબાવીને ખેંચીને તેના મહોલ્લાથી દુર લઈ ગયા હતા. અહીં અગાઉથી નિયત કર્યા મુજબ બાઈક લઈને હાજર વિક્રમ નામના શખ્સના બાઈક પર કિશોરીનું અપહરણ કરી ગયા હતા. ત્યાર બાદ આ શખ્શો કિશોરીને બળજબરી પૂર્વક ઉંઝા તરફ રોડ પર જતા આવતી ઝાડીઓમાં લઈ જઈને ત્રણે યુવકોએ વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

Kutch news: થપ્પડ પડ્યા પછી ભુજ નગરપાલિકા પ્રમુખ થયા ભાવુક, રડી પડ્યા- જુઓ Video શું કહ્યું

બે કલાક સુધી કિશોરી પર ગુજાર્યું દુષ્કર્મ

આ ત્રણે શખ્શો લગગભ બે કલાક સુધી આ કિશોરીને પીંખતા રહ્યા હતા. ત્યાર બાદ એકાએક બનેલા આ બનાવથી હેબતાઈ ગયેલી કિશોરીની મનોસ્થિતી બગડતી જોઈ ડરેલા આ યુવકો કિશોરીને વિસનગર રોડ પર મુકીને જતા રહ્યા હતા. જેમતેમ કરીને ઘરે પહોંચેલી કિશોરીએ ઘટનાની જાણ પરિવારને કરતા તેઓ પર આભ તૂટી પડ્યું હતું. નોંધનીય છે કે, વિસનગર રોડ પર રાત્રી સમયે એકલી રસ્તા પર રખડતી ભટકતી કિશોરીને જતી જોઈને તેનો પિતરાઈ ભાઈ તેની પાસે દોડી ગયો હતો અને તેણે ઘર સુધી પહોંચાડી હતી. આ બાબતે કિશોરીએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં સંજય, વિશાલ અને વિક્રમ સામે ગેંગરેંપનો ગુનો નોધાવ્યો હતો.

ADVERTISEMENT

ગેંગરેપ થયા પછી સગાઈ તોડી નાખી

કિશોરીનો એક વર્ષ પહેલા તેમના જ સમાજના યુવક સાથે સંબધ કર્યો હતો અને તેમના દિવાળીમા લગ્ન લેવાના હતા. જોકે, ગેંગરેપની ઘટનાની જાણ જ્યારે યુવકને થઈ ત્યારે તેના પરિવારજનો કિશોરીના ઘરે જઈને આશ્વાસન આપવાના બદલે સગાઈ તોડી જતા પરિવારજનોની હાલત દયનીય બની ગઈ છે. જે ગુનો કિશોરીએ કર્યો નહીં આ પરિવારે તે જ ગુનામાં કિશોરીને સજા આપી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ઠેરઠેર આવા પરિવાર સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. કિશોરીને હિંમત આપવા કે તેણીના સાથે સાથ નિભાવવાના બદલે તેના ભાવી પતિએ તેણીનો હાથ છોડી દીધો હતો. કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી સાથે ઘટેલી ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યા નથી ત્યાં જ તેની સગાઈ તૂટવાની ઘટનાથી અમે તૂટી ગયા છીએ.

Krishna Janmashtami: દ્વારકામાં ભગવાનના 5250 મા જન્મ ઉત્સવની સંપૂર્ણ તૈયારી પૂર્ણ, જાણો જન્મોતસ્વનું સમયપત્રક

મેડિકલ સ્ટોરમાં બે મીનીટની મુલાકાતે દીકરીની જીંદગી બરબાદ કરીઃ પિતા

કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, ધોરણ-૯ના અભ્યાસ દરમિયાન અવાર નવાર ખેંચ આવતી હોઈ પુત્રીનો અભ્યાસ છોડાવી દીધો હતો અને તેની પાટણના ધારપુરમાં માનસિક બિમારીની સારવાર ચાલતી હતી. અગાઉ હંમેશા હું જ પુત્રીને દવાખાને લઈ જતો હતો પરંતુ કેટલાક મહિનાઓથી મારી પત્ની તેની સાથે જાય છે. તાજેતરમાં તેઓ જ્યારે દવાખાને ગયા ત્યારે મેડિકલ સ્ટોરમાંથી કાયમ ચૂર્ણ ખરીદતી વખતે ત્યાં બેઠેલા સંજયના પરિચયમાં દીકરી આવી હતી અને માત્ર બે મીનીટની જ મુલાકાતમાં સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે.

ADVERTISEMENT

દીકરીનું ક્યારે અપહરણ થયું તેની જાણ ન થઈ

કિશોરીના પરિવારનું કહેવું છે કે, અમે જમીને ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા અને દીકરી ઘરના પગથિયે બેસીને જમાઈ સાથે મોબાઈલ પર વાત કરતી હોઈ અમે નિશ્ચિત બનીને ટીવી જોતા જોતા જ સુઈ ગયા હતા. રાત્રે બાર વાગ્યા બાદ જ્યારે દીકરી ઘરે ન હોવાની જાણ થઈ ત્યારે તેની શોધખોળ કરી હતી અને મોડીરાત્રે બે વાગ્યે તે ઘરે પરત ફરી હતી.

ADVERTISEMENT

ત્રણે બળાત્કારીઓની ધરપકડ બાદ જેલમાં મોકલી આપ્યાઃ પોલીસ

ઉનાવા પીએસઆઈ એસ.આર.પટેલે જણાવ્યું હતુ કે, ઉનાવા પોલીસમાં ગેંગરેપની ઘટના દાખલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ત્રણે આરોપીઓની પાટણ પોલીસે ધરપકડ કરીને અમને સોપતા તમામનું મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કરાયા હતા. આ કેસમાં કોર્ટના આદેશથી પાટણના ત્રણે આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે.

(કામિની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp

    ADVERTISEMENT