PM સાથે મુલાકાત કરી તે સારી બાબત છે, પરંતુ અમારે નરેશ પટેલના ફાયદાની કોઇ જરૂર નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : શહેરમાં ભાજપનું નવું કમલમ કાર્યાલય તૈયાર થતા આજે ધરતેરસના દિવસે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. જો કે સિનિયર નેતા વજુભાઇ વાળા હાજર રહેતા તેમના સન્માનમાં બંન્નેએ તેમના હાથે સન્માન કરાવ્યું હતું. પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાત અંગે વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. પાટીલે જણાવ્યું કે, નરેશ પટેલની પીએમ સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની કોઇ જ આવશ્યકતા નથી. ભાજપના કાર્યકર્તાઓ ખુબ જ મજબુત છે.

રાજકોટ જ નહી સમગ્ર રાજ્યમાં ભાજપ મજબુત છે
પાટીલે જણાવ્યું કે, રાજકોટ જ નહી સમગ્ર ગુજરાતમાં ભાજપ મજબુત છે. વડાપ્રધાન સાથે નરેશ પટેલે મુલાકાત કરી તે સારી બાબત છે. જો કે ભાજપને આ મુલાકાતની એટલા માટે આવશ્યકતા નથી કારણ કે ભાજપના કાર્યકર્તાઓ જ ખુબ જ મજબુત છે. નરેશ પટેલ એક સામાજિક- ધાર્મિક સંસ્થાના વડા છે. આવી સંસ્થાના વડા જ્યારે પીએમને મળે ત્યારે અમને લાગે છે કે, ચૂંટણીમાં અમારા કાર્યકર્તાઓ જે લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે તે પુર્ણ થશે.

પાટીલે રાજકોટની સભામાં મોટો સંદેશ આપ્યો
પાટીલે આ અંગે જણાવ્યું કે, નવા બનેલા કાર્યાલયમાં મારી પણ એક ચેમ્બર બનાવાઇ છે. ચેમ્બર બહાર સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તેવું લખ્યું હતું. મે મારા નામની પ્લેટમાં કઢાવી નાખી હતી. માત્ર પ્રદેશ અધ્યક્ષ જ લખેલું રાખો તેવું જણાવ્યું હતું. પાટીલે કહ્યું કે, આ સંગીત ખુરશી જેવું છે. લોકો તો આવજા જતા રહેવાના છે પરંતુ સાશ્વત પક્ષ છે. ટિકિટની વહેંચી મુદ્દે કેટલાક આગેવાનોમાં નારાજગી અંગે તેમણે કહ્યું કે, ટિકિટની વહેંચણી PM અને અમિત શાહના હાથમાં છે.

ADVERTISEMENT

વજુભાઇ વાળાએ કાર્યકરોને ટકોર કરી
વજુભાઇ વાળાએ પણ આ પ્રસંગે હવાઇ ગયેલા ફટાકડાની જેમ અવાજ ન કરો. આગળની ખુરશી પર બેસવા માટે બીજા લોકોને કોણી મારવાનું બંધ કરવું જોઇએ. તાળીઓ પાડીને કામ નહી ચાલે. 182 સીટ જીતવા માટે અથાગ પ્રયત્નો કરવા પડશે. દિવાળીના દિવસોમાં મહત્તમ લોકોને મળો અને તમામ લોકોને દિવાળીની શુભકામના સાથે ભાજપનો સંદેશ પણ આપતા રહેજો. બેસણું હોય કે ઉઠમણું દરેક જગ્યાએ હાજર રહેવાનું છે.

    follow whatsapp

    ADVERTISEMENT