Gallantry Awards: 26 જાન્યુઆરીએ ગુજરાતના 17 પોલીસકર્મીઓને મળશે વીરતા પુરસ્કાર, જુઓ યાદી

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ગુજરાતનાં 17 પોલીસ કર્મચારીઓને મળશે મેડલ
  • ગૃહ મત્રાલય દ્વારા જાહેર કરાઈ યાદી
  • 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે

Republic Day 2024: 75માં પ્રજાસત્તાક દિવસ અગાઉ ગૃહ મત્રાલય દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને સેવા મેડલોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓ-અધિકારીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે.

ગુજરાતના 17 પોલીસકર્મી-અધિકારીને કરાશે સન્માનિત

ગુજરાતની વાત કરીએ તો આવતીકાલે ગુજરાતના કુલ 17 પોલીસ કર્મચારી અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદના રેન્જ આઈ.જી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભગીરથસિંહ ગોહિલને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે.

DIG મનિન્દર પવારને પણ અપાશે મેડલ

આ ઉપરાંત BSFના DIG મનિન્દર પ્રતાપસિંઘ પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ આપવામાં આવશે.

ADVERTISEMENT

જાણો અન્ય કોને-કોને મળશે મેડલ?

– ASI જાલુભાઈ દેસાઈ
– ASI જયેશભાઈ પટેલ
– PSI દિલીપસિંહ ઠાકોર
– PSI અલતાફ પઠાણ
– હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયા
– ASI અભેસિંહભાઈ રાઠવા
– PSI કમલેશભાઈ ચાવડા
– PSI યોગેન્દ્રસિંહ ચાવડા
– ASI શૈલેષકુમાર દુબે
– PSI શૈલેષ કુમાર પટેલ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT