ભરૂચ GIDCમાં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી, 3 કિલોમીટર દૂરથી ધૂમાડાના ગોટે ગોટા દેખાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચ: ભરૂચ GIDCમાં આજે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. જેને પગલે દોડધામ મચી ગઈ હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગ ગણતરીના પળોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે બે-ત્રણ કિલોમીટર દૂરથી જ ધૂમાડા દેખાઈ રહ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયર દોડી આવ્યા હતા.

વેરાહાઉસમાં મેટ્રોકેમ મટીરીયલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી
ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે વેરહાઉસમાં રહેલું પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને મોટો પડકાર આવી રહ્યો છે. આગની ઘટનામાં હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી.

 

ADVERTISEMENT

 

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT