Mass suicide: અરે રે.. આ તો કેવી કરુણ ઘટના, સુરેન્દ્રનગરમાં પરિવારે સામુહિક રીતે કેનાલમાં લગાવી મોતની છલાંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર : શહેરમાં એક જ પરિવારમાં ત્રણ લોકોએ સામુહિક આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં કૂદીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી છે. હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસની તપાસ શરુ થઈ ચૂકી છે.

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસે નર્મદાની કેનાલમાં કૂદીને એક જ પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આત્મહત્યા કરતા આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ચૂકી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાં કૂદીને એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે.

આજે વહેલી સવારે માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકો દ્વારા અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસ વિભાગને કરવામાં આવતા ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો આ બનાવને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

ADVERTISEMENT

આ પણ વાંચો: Junagadh માં આલ્ફા વિદ્યા સંકુલના સંચાલકોએ કરી અનોખી પહેલ, શિક્ષકોને આપ્યા એક કરોડની ભેટ

આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ
દુધરેજની કેનાલમાંથી એક બાળકી, એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. જો કે ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પરંતુ આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં અત્યારે તો પોલીસની તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT