Breaking News: દ્વારકામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત, અવાવરૂં જગ્યાએથી મળ્યા મૃતદેહ
ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ
ADVERTISEMENT

Devbhumi Dwarka, Crime News: જામનગરનાં માધવબાગ-1માં રહેતાં અશોક જેઠાભાઈ ધુંવા, લીલુબેન અશોકભાઈ ધુંવા, જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા અને કિંજલબેન અશોકભાઈ ધુંવા નામના એક જ પરિવારના ચાર સભ્યના ધારાગઢ ગામ પાસેથી મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ સ્થળ પર દોડી આવ્યા બાદ પ્રાથમિક માહિતી મળી કે ચાર સભ્યો ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે.
એક જ પરિવારના ચાર સભ્યોનો આપઘાત
પોલીસે ચારે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી છે, જોકે હજુ આપઘાતનું કારણ સામે આવ્યું નથી, નાના એવા ધારાગઢ ગામમાં એકી સાથે એક જ પરિવારના ચાર લોકોના આપઘાતથી હાહાકાર મચી ગયો તથા અનેક તર્ક વિતર્કો જન્મી રહ્યા છે.

ભાણવડ પંથકમાં સન્નાટો
ભાણવડ પંથકમાં સામૂહિક આપઘાત કરનારનો પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો વતની હોવાની જાણકારી મળી રહી છે અને હાલ જામનગરના માધવબાગ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉં.વ.42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.42), જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા (ઉં.વ.20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉં.વ.18) હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT