નડિયાદમાં 3 સંતાનોના પિતા એવો પોલીસકર્મી યુવતીને ભગાડી ગયો, પોલીસ પર ગંભીર આક્ષેપ
નડિયાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ જેના પર છે તે પોલીસ સામે જ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નડિયાદના ચકલાસીમાં પરિણીત પોલીસ કોન્સ્ટેબલ દીકરીને ભગાડી…
ADVERTISEMENT
નડિયાદ: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સ્થિતિ જેના પર છે તે પોલીસ સામે જ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. નડિયાદના ચકલાસીમાં પરિણીત પોલીસ કોન્સ્ટેબલ દીકરીને ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીના પિતાનો આક્ષેપ છે કે, પોલીસે ફરિયાદ ન લેતા આખરે પિતાએ નડિયાદ કાર્ટનો દરવાજો ખખડાવો પડ્યો હતો.
હેડ કોન્સ્ટેબલ 3 સંતાનોનો પિતા
વિગતો મુજબ, ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતસિંહ ચકલાસી પર 27 વર્ષની યુવતીને ભગાડી જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચકલાસી પહેલાથી પરિણીત છે અને 3 સંતાનોના પિતા છે. યુવતીના પિતાએ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવવા 2 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન લેતા આખરે તેમણે મદદ માટે નડિયાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરિજનોનો આક્ષેપ છે કે, હેન્ડ કોન્સ્ટેબલે યુવતીને ભગાડીને ગોંધી રાખી છે.
કોર્ટે કોન્સ્ટેબલને હાજર થવા વોરન્ટ ઈશ્યું કર્યું
યુવતીના પિતા મુજબ, તેની નાની દીકરીએ તેમને જણાવ્યું કે, મોટી બહેનના ફોનમાં અવારનાર ભરતસિંહના ફોન આવતા હતા. બીજી તરફ ભરતસિંહ પણ બે દિવસથી ઘરેથી ગાયબ છે. ત્યારે પિતાની અરજીના આધારે કોર્ટે કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કર્યું છે અને યુવતી સાથે કોર્ટમાં હાજર થવાનો પોલીસને હુકમ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT