મોરબીમાં ઝુલતો પુલ તુટતા 300 લોકો નદીમાં પડ્યાં, રાહત બચાવકાર્ય શરૂ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતમાં ભ્રષ્ટાચારનો એક નમુનો ચૂંટણી પહેલા જ જાહેર થયો હતો. મોરબીમાં હજી ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકવામાં આવેલો પુલ તુટી પડ્યો હતો. જેના કારણે પુલ પર રહેલા અનેક લોકો નદીમાં પડ્યા હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. મોરબીમાં ત્રણ દિવસ પહેલા જ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પહેલા રવિવારે જ લોકો મોટી સંખ્યામાં આ પુલને જોવા માટે આવી પહોંચ્યા હતા.જો કે મોડી સાંજે આ બ્રિજ તુટી પડતા અનેક લોકો નદીમાં પટકાયા હતા. હાલ તો સ્થાનિક ફાયર તંત્ર અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર બ્રિજ પર 300 થી વધારે લોકો હાજર હતા. આ દરમિયાન અચાનક પુલનો મુખ્ય દોરડું છુટી જવાના કારણે આખો બ્રિજ પાણીમાં બેસી ગયો હતો. જેથી બ્રિજ પર રહેલા અનેક લોકો નદીમાં ખાબક્યા હતા. આ ઉપરાંત ચોમાસું હોવાના કારણે હાલ નદીમાં પાણી ન માત્ર વહેતું પરંતુ ઉંડુ પણ છે.

ADVERTISEMENT

2 કરોડ રૂપિયા ખર્ચે બનેલું રિનોવેશનનું કામગીરી હાલમાં જ પુર્ણ થયું હતું. ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલો બ્રિજ પર આજે રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે બ્રિજ અચાનક તુટી પડતા 300 થી વધારે લોકો પાણીમાં ખાબક્યાં છે.

મોરબીનો ઝુલતો પુલ નવા વર્ષે જ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના એમડી દ્વારા જ ઝુલતા પુલને બેસતાવર્ષના દિવસે લોકોને સમર્પિત કરાયો હતો. 2 કરોડના ખર્ચે આ બ્રિજનું રિનોવેશન કરાયું હતું. 6 મહિના માટે આ બ્રિજ બંધ રખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજાશાહી વખતનો આ બ્રિજ આટલા વર્ષોમાં ન તુટ્યો પરંતુ ઇજારેદારે હાથ લગાવ્યાના 3 જ દિવસમાં તુટી પડ્યો હતો.

ADVERTISEMENT

20 ફેબ્રુઆરી 1879 ના રોજ મુંબઇ ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે 1880 માં બનીને તૈયાર થયો હતો. આ પુલનો સામાન ઇંગ્લેન્ડની મંગાવાયો હતો. આ પુલ દરબારગઢથી નજરબાગને જોડતો હતો. હાલ આ પુલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાંકાંઠા વિસ્તારને જોડે છે. 140 વર્ષ જુનો આ બ્રિજન 765 ફૂટ લાંબો છે. આ બ્રિજને ખુબ જઐતિહાસિક માનવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT