હીરાબાના નિધન પર અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

ADVERTISEMENT

hira baa
hira baa
social share
google news

અમદાવાદ: વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયું છે. યુએન મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ હીરાબા મોદીનું યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં તારીખ 30 ડિસેમ્બર 2022ના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન દેવલોક પામ્યા છે. તેમના નિધનના સમાચાર મળતા નેતાઓ અને મહાનુભાવોએ શ્રદ્ધાજલી અર્પણ કરી હતી.

માતાના નિધન પર વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી એટલે કે ડહાપણથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો.  વધુ એક ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  લખ્યું,એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… માતામાં  મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના આદરણીય માતાજી હીરા બાના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.

  સી.આર.પાટીલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પૂજ્ય માતૃશ્રી હીરાબાનાં દેવલોકગમનથી ઘેરા શોકની લાગણી અનુભવું છું. વાત્સલ્યમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઇશ્વર એમનાં દિવંગત પુણ્યાત્માને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ !


 

રાહુલ ગાંધીએ દુખ વ્યવક્ત કર્યું 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવારને મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાઠવી શ્રદ્ધાંજલિ

શ્રીમતી  હીરાબાના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું.    તેમના પ્રિય માતાના અવસાન પર શ્રી મોદી પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. અમારાસંવેદના અને પ્રાર્થના આ દુખની ઘડીમાં સમગ્ર પરિવાર સાથે છે.

 

 

છેલ્લા બે દિવસથી હીરાબા બીમાર હતા
હીરાબાની તબિયત બુધવારે ખરાબ થઈ હતી. તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પછી પીએમ મોદી પણ તાત્કાલિક અમદાવાદ દોડી આવ્યા હતા. તેઓ દોઢ કલાક હોસ્પિટલમાં રોકાયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT