ભરૂચમાં વસાવા vs વસાવા: ‘ચૈતર વસાવા ગાંડા અને પાગલ વ્યક્તિ છે’, મનસુખ વસાવાનો પલટવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી હવે લોકસભાની ચૂંટણીને થોડા સમય બાકી છે ત્યારે ભરૂચ લોકસભાની સીટને લઈને બે નેતાઓની લડાઈ સપાટી પર આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર વિકાસના કોઈ કામો ન કર્યા હોવાનું કહ્યું હતું અને સાંસદ તરીકે તેમને નિષ્ફળ બતાવ્યા હતા. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપતા ચૈતર વસાવાને ગાંડા અને પાગલ વ્યક્તિ ગણાવ્યા.

મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખાબોચિયાની દેડકી કહી

મનસુખ વસાવાએ ચૈતર વસાવાને કહ્યું, તે કહે છે કે, એક સીટ કોઈને કોઈ કારણસર કોંગ્રેસ, આપ અને કેટલાક અમારા લોકોના લીધે જીત્યા છે ત્યારે કુવામાંના દેડકી જેવું કરે છે. લોકસભાની ચૂંટણી 6 વાર લડવી અને છ વાર જીતવી એ બહુ મહત્વનું છે પણ એ ડફોળને ખબર નથી. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, હવાતિયાં મારનારા પક્ષો આવી વાતો કરે કરતા હોય છે. બીજેપી નક્કરતાથી કામ કરે છે. 6 ટર્મથી ચૂંટણી લડુ છું અને ચૂંટાઈ આવું છું. ત્યારે ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ. 6 વાર ટિકિટ મેળવવી મહત્વની છે અને એનાંથી મહત્વનું એ પણ છે જીતવું. એ ડફોળને ખબર હોવી જોઈએ કે પાર્ટી એમનેમ ટીકીટ નથી આપતી અને મતદારો એમનેમ મત નથી આપતા. પ્રજાના પ્રશ્નો સાંભળીએ છે, કામ કરીએ છે ત્યારે ચૈતર વસાવા લોકસભા પ્રવાસ કરે. ખાબોચિયામાં દેડકી ડ્રાંઉં ડ્રાંઉં કર્યા કરે છે.

ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર કર્યા હતા આક્ષેપ

આ પહેલા ચૈતર વસાવાએ કહ્યું હતું કે, મનસુખભાઈ વસાવા એ કોઈ વિકાસના કામો નથી કર્યા અને આ વખતે તેઓ કે ભાજપનો કોઈ ઉમેદવાર નહીં જીતે. પરંતુ કોંગ્રેસ અને આપનું ગઠબંધન છે ત્યારે આપના મજબૂત ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડવાનો છું અને અમે સરળતાથી જીતીશું. પરંતુ કદાચ જો પક્ષ ગઠબંધનના કોંગ્રેસને ઉમેદવારને ટિકિટ આપે તો અમે કોંગ્રેસને સમર્થન કરીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT