મનરેગા યોજના હેઠળ દરેક ગામમાં પુસ્તકાલય હશે, બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક પગલું
ભાર્ગવી જોશી/જુનાગઢઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયતે ગુજરાતમાં એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં દરેક ગામડામાં લાઈબ્રેરી હશે જેમાં કોઈપણ ચોપડીઓ આપી શકશે. જિલ્લા…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જુનાગઢઃ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયતે ગુજરાતમાં એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં દરેક ગામડામાં લાઈબ્રેરી હશે જેમાં કોઈપણ ચોપડીઓ આપી શકશે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાએ 11 હજાર રૂપિયાના પુસ્તકો દાનમાં આપી લાઈબ્રેરી શરૂ કરી છે.
18 ગામોમાં પુસ્તકાલયો બનાવાયા
જૂનાગઢના ડીડીઓ અને જિલ્લા પંચાયત સરકારની યોજના હેઠળ કરવામાં આવેલ અનોખી કામગીરી હાથ ધરી છે. મનરેગા યોજના હેઠળ હવે દરેક ગામમાં પુસ્તકાલય હશે. આ અંતર્ગત દરેક વ્યક્તિ વિદ્યાદાન પ્રોજેક્ટ હેઠળ વાંચેલા પુસ્તકો દાનમાં આપી શકશે. મનરેગા હેઠળ 18 ગામોમાં પુસ્તકાલયો બનાવવામાં આવ્યા છે, જેમાં કબાટ, ખુરશી, ટેબલ જેવી જરૂરી વસ્તુઓ રાખવામાં આવી છે.
આ અંગે ડીડીઓ મિરંત પરીખે જણાવ્યું હતું કે, હવે ગામના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગામમાં જ પુસ્તકો અને શાંતિનું સ્થળ મળશે. બાળકો વૃદ્ધો અને દરેકને પોતપોતાની પસંદના પુસ્તકો મળશે. ડીડીઓએ લોકોને તેમના વાંચેલા પુસ્તકો દાનમાં આપવા અપીલ કરી હતી. નોંધનીય છે કે વાંચવાથી મનનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે અને જિલ્લા, રાજ્ય અને દેશનો પણ વિકાસ થશે.
ADVERTISEMENT
11 હજાર રૂપિયાના પુસ્તકોનું દાન કર્યું
જિલ્લા પંચાયતના વડા શાંતાબેન પોતે આગળ ભણવા માંગતા હતા પરંતુ ભણી ન શક્યા, પરંતુ હવે ગામડાનું બાળક વાંચી-લખી આગળ વધી શકે છે, એટલે જ શાંતાબેને આ પુસ્તકાલયોમાં 11,000 રૂપિયાના મૂલ્યવાન પુસ્તકોનું દાન કર્યું છે.
જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના ગામડાઓ ખેડૂતો અને પછાત વિસ્તારના છે. તેમને ભણવા અને લખવા માટે શહેરમાં આવવું પડે છે. આવા સંજોગોમાં ડીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા હાથ ધરાયેલી આ પહેલ સરાહનીય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT