માનગઢમાં મોદીનો માસ્ટરસ્ટ્રોક વાગે તે પહેલા અશોક ગેહલોત દાહોદ દોડી આવ્યાઃ કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

શારદુલ ગજ્જર.દાહોદઃ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૮/૧૦/૨૦૨૨ ને શુક્રવારના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક સભા સંબોધી હતી. જેમાં તેમનું એવું કહેવું હતું કે નરેન્દ્ર મોદી મોડેલ બનાવવાની વાત કરે છે, ખબર નહીં કયું મોડેલ બનાવવાની વાત કરે છે ? પણ ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી સહિત આખુંને આખું મંત્રી મંડળ બદલી નાખવાનું શું કારણ હોઈ શકે ? શું તેઓએ ગુજરાતમાં વિકાસના કોઈ કાર્ય કર્યા નથી ? જેથી કરીને નરેન્દ્ર મોદીએ આખે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું?

માનગઢનો જીર્ણોદ્વાર કોંગ્રેસે કર્યોઃ ગેહલોત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે આવી રહ્યા છે. ત્યારે માનગઢને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ઉપરાંત તે જાહેરાત સાથે ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેનો ફાયદો મળશે તેવું રાજકીય પંડીતોનું અનુમાન છે, તો આવો જ લાભ કોંગ્રેસ પણ કેમ જવા દઈ શકે? અશોક ગેહલોત દ્વારા માનગઢને લઈને જાહેર સભામાં કહ્યું હતું કે માનગઢનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો છે અને માનગઢમાં 22 વર્ષ પહેલા સ્મારક બનાવેલું છે.


મોદી ડરે છે કે કોંગ્રેસ?
તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારાથી ગભરાય છે એટલે જ વારંવાર ગુજરાતમાં આવે છે. કારણ કે તેમને કોંગ્રેસનો ડર છે. આ વિસ્તારમાં હમણાં જ ટૂંક સમય પહેલા તેમણે સભા કરી હતી, તેમ છતાં ફરી આ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બીજી સભા કરી રહ્યા છે. એનો મતલબ કે તેમને ક્યાંકને ક્યાંક કોંગ્રેસનો ડર સતાવી રહ્યો છે, પરંતુ આજે અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી દાહોદમાં દોડી આવ્યા અને સભા કરી તેનાથી તો આમ જોવા જતાં ખરેખર લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ સો ટકા મોદીથી ડરી ગઈ હોય તેવું લાગે છે. માટે જ કોંગ્રેસે મારતે ઘોડે રાજસ્થાનના મુખ્યમંત્રીને સભા કરવા દાહોદ મોકલી આપ્યા.

ADVERTISEMENT

ધર્મની રાજનીતિ કરે છે મોદી- ગેહલોતે કાળુ ધન, મોંઘવારીની વાતો વાગોળી
બીજેપી પર પ્રહાર કરતાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપ ધર્મની રાજનીતિ કરે છે અને નરેન્દ્ર મોદી જે વાયદા કરતા હતા કે કાળું ધન પાછું લાવીશું તથા મોંઘવારીને લઈને અને નોટબંધીને લઈને જૂની જૂની વાતો વાગોળી હતી. આ સભામાં રઘુ શર્મા, રાજેન્દ્ર પટેલ, મહેન્દ્રસિંહ માલવયા, નારણભાઈ રાઠવા, વજેસિંહ પણદા, ચંદ્રિકાબેન, અશોક પંજાબી, ડો.મિતેશ ગરાસીયા, હર્ષદ નીનામા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો મંચ પર બિરાજમાન હતા.

    follow whatsapp

    ADVERTISEMENT