'દોસ્ત દોસ્ત ના રહા', સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

ADVERTISEMENT

Surat Crime News
400 રૂપિયા માટે મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

400 રૂપિયા માટે મિત્રએ જ કરી મિત્રની હત્યા

point

પોલીસે હત્યારાને ઝડપી પાડીને તપાસ હાથ ધરી

point

400 રૂપિયા મામલે માથાકૂટ અને તકરાર થઈ હતી

Surat Crime News: સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે હત્યારાને ઝડપી પાડીને જેલના સળીયાની પાછળ ધકેલી દીધો છે. 

 400 રૂપિયાના કારણે હત્યા

મળતી માહિતી અનુસાર,  સુરતના નાનપુરા ખાતે રહેતા મૂળ ઓરિસ્સાના વતની રામકિશોર પ્રધાને પોતાના મિત્ર ભૂરીયાને 400 રૂપિયા હાથ-ઉછીના આપ્યા હતા. જે રૂપિયા પરત કરી દેવાનો વાયદો ભૂરીયાએ કર્યો હતો. પરંતુ મુદત પૂરી થઈ હોવા છતાં ભૂરીયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા.

આ પણ વાંચોઃ Jamnagar: 'નોકરી કરવી હોય તો મહિને 1 લાખ આપવા પડશે', કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધમકી

પોલીસ તપાસમાં થયો ખુલાસો

જે રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે માથાકૂટ અને તકરાર થઈ હતી. જેમાં રામ કિશોર પ્રધાને પોતાના જ મિત્રને ગદડાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાની આ ઘટના બાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Gandhinagar: નાયબ મામલતદારનું હાર્ટએટેકથી નિધન, ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ઢળી પડ્યા

 

બંને મૂળ ઓરિસ્સાના વતની

પોલીસે જણાવ્યું  કે, મૃતક અને આરોપી મૂળ ઓરિસ્સાના વતની છે. બંને વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે તકરાર થઈ હતી. હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી અઠવા પોલીસે હાથ ધરી છે.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT