‘સાથે જીવશું, સાથે મરશું’, જામનગરમાં વીજ શોક લાગતા યુવતીનું મોત, આઘાતમાં મંગેતરે પણ જીવન ટૂંકાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: જામનગરમાં નવા વર્ષના દિવસે જ કરુણ ઘટના બની હતી. જેમાં મંગેતરનું વીજ શોક લાગતા મોત થઈ જતા. યુવકે પણ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પળવારમાં જ યુવક અને યુવતીના મોથી પરિવારના સદસ્યો પર તહેવાર ટાણે જ માથે આભ તૂટી પડ્યું છે.

8 મહિના પહેલા યુવકની સગાઈ થઈ હતી

વિગતો મુજબ, જામનગરન હાપામાં આવેલા યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષના વિક્રમ રાઠોડની 8 મહિના પહેલા જ હળવદની હર્ષિતા ઠાકોર સાથે સગાઈ થઈ હતી. દિવાળીનો તહેવાર હોવાના કારણે યુવતી પોતાના મંગેતરના ઘરે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આવી હતી. બેસના વર્ષના દિવસે જ વહેલી સવારે હર્ષિતા નહાવા માટે પાણી ગરમ કરતી હતી. દરમિયાન ગીઝરને અડી જતા તેને વીજ શોક લાગ્યો હતો.

યુવતીનું મોત થતા યુવકે પણ ફાંસો ખાધો

આથી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે અહીં ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીનો મંગેતર વિક્રમ પણ જી.જી હોસ્પિટલ આવ્યો હતો અને ડોક્ટરોએ જેવી યુવતીને મૃત જાહેર કરી. આ બાદ તેણે પણ પોતાના ઘરે જઈ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. નવા વર્ષના દિવસે જ યુવતી અને તેના મંગેતરનું કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ADVERTISEMENT

(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT