ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે બાઈક સવારનું મોત, દિવાળી ટાણે જ પરિવારમાં માતમ છવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં જ અમદાવાદમાં રખડતા ઢોરે એક વાહન ચાલકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે દિવાળીની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. ઘરેથી બાઈક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે જ યુવકના મોતથી પરિવારમાં હવે માતમ છવાયો છે.

ઘરેથી દુકાન જતા યુવકને ઢોરે અડફેટે લીધો
ઘટનાની વિગતો મુજબ, ભાવનગરના વડવા ખડીયા કૂવા નજીક પરેશ વાઘેલા નામનો યુવક ઘરેથી દુકાન જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન ખડીયા કૂવા નજીક સામેથી દોડીને આવતા ઢોરે યુવકને અડફેટે લીધો હતો. એવામાં ઘટનાસ્થળે જ યુવકનું કમાકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. દિવાળીના તહેવાર સમયે જ યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું.

હાઇકોર્ટની ટકોર છતાં ઢોર પકડવાની કામગીરી નબળી
સ્થાનિકોમાં મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર રખડતા ઢોરના લીધે શહેરીજનોમાં પણ અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ રખડતા ઢોર મામલે થયેલી અરજીની સુવાવણી દરમિયાન હાઇકોર્ટે અધિકારીઓને કડક શબ્દોમાં કહ્યું હતું કે, તહેવારોમાં રખડતા ઢોરના કારણે કોઈનું પણ મૃત્યુ કે ઈજા થવી જોઈએ નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT