ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, સુરતમાં રાત્રે જમીને સૂતેલો યુવક સવારે ઉઠ્યો જ નહીં
સુરત: રાજ્યમાં યુવાનોમાં નાની વયે વધી રહેલા હાર્ટ એટેકના બનાવો ચિંતા જગાવી રહ્યા છે. બે દિવસ પહેલા રાજકોટ બાદ હવે સુરતમાં 25 વર્ષના યુવકનું હાર્ટ…
ADVERTISEMENT
સુરત: રાજ્યમાં યુવાનોમાં નાની વયે વધી રહેલા હાર્ટ એટેકના બનાવો ચિંતા જગાવી રહ્યા છે. બે દિવસ પહેલા રાજકોટ બાદ હવે સુરતમાં 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ખાસ વાત એ છે કે યુવક કોઈ શારીરિક શ્રમ થાય એવી ક્રિયા નહોતો કરી રહ્યા. જમ્યા બાદ ઊંઘી ગયો અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત થઈ ગયું.
જમીને સૂતેલા યુવકને ઊંઘમાં જ એટેક આવ્યો
વિગતો મુજબ, સુરતના સચીન વિસ્તારમાં 25 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સચીન વિસ્તારમાં રહેતા રહેતો રામાનંદ શર્મા બુધવારે રાત્રે જમીને ઘરમાં સૂતો હતો. જોકે બીજા દિવસે સવારે તેને જગાડવામાં આવતા તે ઉઠ્યો જ નહીં. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા રિપોર્ટમાં હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાનો ખુલાસો થયો હતો.
બે દિવસ પહેલા રાજકોટમાં યુવકનું મોત થયું હતું
નોંધનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટમાં પણ પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગમાં રાત્રે દાંડિયા-રાસ રમીને ઘરે ગયા બાદ યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT