'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું
Junagadh Suicide News: ભલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવતું હોય કે વ્યાજખોરોને છોડવામાં નહીં આવે. ભલે પોલીસ દ્વારા લોક દરબાર યોજી વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવાની ખાતરી આપવામાં આવી રહી હોય.
ADVERTISEMENT
Junagadh Suicide News: ભલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવતું હોય કે વ્યાજખોરોને છોડવામાં નહીં આવે. ભલે પોલીસ દ્વારા લોક દરબાર યોજી વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવાની ખાતરી આપવામાં આવી રહી હોય. પરંતુ બેફામ વ્યાજખોરો હજી પણ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી રહ્યાં છે અને વ્યાજખોરા ત્રાસથી પીડિતો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢથી. જ્યાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઇ છે.
બહુમાળી ભવનમાં કર્યો આપઘાત
જૂનાગઢ શહેરના બહુમાળી ભવનના પાર્કિંગમાં એક આધેડે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. મૃતકને મોટરસાયકલમાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા ભકનભાઈ હાજાભાઈ ખુંટીએ જૂનાગઢના બહુમાળી ભવનનાં પાર્કિગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાતા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસને મળી આવી સુસાઈડ નોટ
પોલીસને મૃતકના મોટરસાયકલમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. તેઓ સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો નથી. સાથે જ તેઓએ પોતાના મોત પછી જે કોઈ તેમના પરિવારજનો પાસે નાણાંની ઉઘરાણી કરે તેને મોતના જવાબદાર ગણવા તેવો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેઓએ પોતાની પત્નીને કેન્સરની બીમારી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, વ્યાજખોરોને ખૂબ જ પૈસા આપ્યા હોવા છતાં તેઓ પૈસાની માંગ કરી રહ્યા હતા. તેમના ત્રાસથી કંટાળીને તેઓએ આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં જણાવ્યું છે. હાલ તો પોલીસ દ્વારા તેમના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે, સાથે જ સુસાઈડ નોટના આધારે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
ADVERTISEMENT
ADVERTISEMENT