લવ કે લિયે કુછ ભી કરેગા: પ્રેમિકાના શોખ પાછળ યુવકે શેઠના 44 લાખનો ધુમાડો કરી નાખ્યો
અમદાવાદ: શહેરના સી.જી રોડ પરની એક આંગડિયા પેઢીમાંથી થયેલી રૂ.44 લાખની છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે. હકીકતમાં આંગણવાડીના માલિકનો વિશ્વાસ કેળવીને યુવક રૂ. 44…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના સી.જી રોડ પરની એક આંગડિયા પેઢીમાંથી થયેલી રૂ.44 લાખની છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે. હકીકતમાં આંગણવાડીના માલિકનો વિશ્વાસ કેળવીને યુવક રૂ. 44 લાખ લઈને પ્રેમિકા સાથે મોજ શોખ કરવા માટે રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. જોકે સીસીટીવીના આધારે આરોપીનો ભાંડો ફૂટી ગયો જે બાદ પોલીસે આંગડિયા કર્મચારી સાથે તેના મિત્રની પણ ધરપકડ કરી છે.
જ્યાં નોકરી કરી તે જ શેઠને આપ્યો દગો
સમગ્ર ઘટનાની વિગતોની વાત કરીએ તો થોડા દિવસો અગાઉ સી.જી રોડ પરની એમ.કે આંગડિયા પેઢીમાં નોકરી કરતા કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળીને રૂ.44 લાખ કલોલના પી.એમ આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. રવિએ નોકરી કરતો તે જ આંગડિયામાંથી આ હવાલો કરાવ્યો હતો અને બાદમાં હવાલાના રૂપિયા રવિ તથા મિત્રો જીતેન્દ્ર અને વિજય લેવા ગયા હતા. કલોલની આંગડિયા પેઢીના સીસીટીવી સામે આવતા સમગ્ર ગુનોનો પર્દાફાશ થયો હતો.
પ્રેમિકા સાથે રાજસ્થાનમાં જલસા કર્યા
પોલીસની તપાસમાં જીતેન્દ્ર અને વિજય પૈસા લેવા ગયા હોવાનું સામે આવ્યું હતું, તેમની પૂછપરછમાં રવિ જ બહાર કારમાં બેઠો હોવાનું ખૂલ્યું હતું. જે બાદ સામે આવ્યું કે રવિ બધા પૈસા લઈને પ્રેમિકા સાથે રાજસ્થાન ફરવા ભાગી ગયો હતો. જ્યાં તેણે મોજશોખ કરવામાં પૈસા વાપર્યા હતા. રવિ ત્રણેક વર્ષથી આ આંગડીયા પેઢીમાં કર્મચારી હતો, પરંતુ પ્રેમિકા સાથે મોજશોખ કરવા માટે જ તેણે આ છેતરપિંડી કરી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને તેમની પાસેથી પૈસા રિકવર ન થતા તેમણે આ પૈસાનો ઉપયોગ ક્યાં-ક્યાં કર્યો છે તથા તેમને અન્ય કોણે મદદ કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT