મહિસાગરમાં યુવક-યુવતીએ એક જ દોરીથી આંબાના ઝાડ પર ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ
વિરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લામાં યુવક-યુવતીના આપઘાતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આંબાના ઝાડ પર એક જ દોરીથી યુવક-યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચમકાર મચી…
ADVERTISEMENT
વિરેન જોશી/મહિસાગર: મહીસાગર જિલ્લામાં યુવક-યુવતીના આપઘાતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આંબાના ઝાડ પર એક જ દોરીથી યુવક-યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચમકાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશને ઉતારી પોર્ટમોર્ટમ માટે મોકલી હતી.
ખેતરમાં આવેલા ઝાડ પર ફાંસો ખાધો
વિગતો મુજબ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા વાવ્યો ગામની સીમમા આંબાના વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં આવેલી આંબાની ડાળીએ યુવક-યુવતીએ સાથે ગળે ફાંસો ખાઈ લેતા બન્નેની મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને કયા કારણોસર યુવક અને યુવતીએ આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી છે.
યુવક-યુવતીના આપઘાતનું કારણ અકબંધ
તો બીજી તરફ બનાવની જાણ થતાં ગામમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા. હાલ તો યુવક-યુવતીનો મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે મોકલવા આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT