માલિની પટેલને મળી રાહત, સેશન્સ કોર્ટે મંજૂર કર્યા જામીન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીના વેપારી સાથે મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલે 31.11 લાખની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીને લઈ મોરબીના વેપારીએ બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે માલિની પટેલની આ કેસ હેઠળ ધરપકડ કરી હતી. ત્યારે હવે કોર્ટે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે

જાણો શું હતો મામલો
મોરબીના વેપારી સાથે ઠગ દંપતીએ ઠગાઈ આચરી હતી. જેમાં GPCBનું લાયસન્સ અપાવવા રૂપિયા 42 લાખ લીધા હતા. તેમણે કલાસ-1 અધિકારી તરીકે ઓળખ આપીને રૂપિયા પડાવ્યા હતા. તેમજ લાયસન્સ ન કઢાવી શકતા 11.75 લાખ રૂપિયા પરત કર્યા હતા. જયારે ઠગ દંપતીએ બાકીના 31.11 લાખ રૂપિયા પરત નહોતા આપ્યા. જેમાં ઠગ કિરણ અને પત્ની માલિની પટેલે ભેગા મળીને છેતરપિંડી આચરી હતી. જ્યારે સોલા પોલીસમાં નોંધાયેલ ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.

2017માં થઈ હતી મુલાકાત
2017 માં મોરબીના વેપારી કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં કિરણે ભરત પટેલને કલાસ-01 ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. ભરત પટેલને કેમિકલ ફેક્ટરી માટે GPCB નું લાયસન્સ અપાવવાની કિરણે વાત કરી હતી. જેની ફી પેટે 40-45 લાખની માંગ કરી હતી. ભરત પટેલે કિરણ અને માલિનીને 42.86 લાખ રોકડા આપ્યા હતા.

ADVERTISEMENT

 અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જમીં અરજી કરી હતી ના મંજૂર
મોરબીના વેપારી સાથે કરેલ ઠગાઇ મામલે માલિની પટેલે કરેલી જામીન અરજીની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા  માલિની પટેલના વકીલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી  કરી હતી. સેશન્સ કોર્ટ દ્વારા માલિની પટેલના જમીં મજૂર કરવામાં આવ્યા

    follow whatsapp

    ADVERTISEMENT