ગોંડલ-રીબડા વિવાદમાં સરકારની મોટી કાર્યવાહી, જિલ્લા પોલીસ વડાને આપ્યો આદેશ
અમદાવાદ : છેલ્લા ઘણા લાંબા સમયથી ગોંડલ અને રીબડા જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારની અશાંતિ ડહોળાઇ ચુકી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : છેલ્લા ઘણા લાંબા સમયથી ગોંડલ અને રીબડા જુથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારની અશાંતિ ડહોળાઇ ચુકી છે. રાજ્ય સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા પોલીસવડાને રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો છે. હવે આ મુદ્દે જિલ્લા પોલીસવડાના અહેવાલ બાદ કલેક્ટર રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે.
ગોંડલના જયરાજ અને રીબડાના અનિરુદ્ધસિંહની કાર્યવાહી
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા જુથવાદ અને ચૂંટણી વચ્ચે ગરમા ગરમીના માહોલ વચ્ચે ભારે તણાવની સ્થિતિ જોવા મળી હતી. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ એક સમયે પાક્કા મિત્રો હતા. બંન્નેના કારણે સ્થાનિક વિસ્તાર ઉપરાંત ક્ષત્રીય સમાજના આગેવાનો વચ્ચે પણ સ્થિતિ તંગ થઇ હતી. ક્ષત્રીય સમાજ દ્વારા બંન્નેના સમાધાનના કરાયેલા પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા.
ચૂંટણી પુર્ણ થયા બાદ બંન્ને જુથો વચ્ચે ગરમાવો છે
ચૂંટણી પુર્ણથયા બાદ બંન્ને જુથો સામસામે આવી ગયા હતા. જો કે ભાજપ મોવડી મંડળે સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. જો કે આખરે ભાજપે ગીતાબાને ટિકિટ ફાળવી. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે પત્રકાર પરિષદ આયોજીત કરીને કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની માફી માંગુ છું. અંગત કારણોથી હું ગોંડલ પુરતુ મારુ સમર્થન ભાજપને નહી આપીશકું. ભાજપમાં જ છું પરંતુ ગોંડલ ભાજપમાં હું સાથ નહી આપું.
ADVERTISEMENT
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોલીસ વડા પાસે અહેવાલ માંગવામાં આવ્યો
ત્યાર બાદ ચૂંટણી વખતે પણ બંન્ને વચ્ચે ટશલ થાય તેવી સ્થિતિને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણી આખરે ગીતાબા જાડેજા એટલે કે જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો. ત્યાર બાદ જયરાજસિંહે રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. જેના પગલે સ્થિતિ વધારે વણસી હતી. ત્યાર બાદ અનિરુદ્ધસિંહના પુત્ર સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ. આગોતરા જામીન અરજી પણ નામંજુર થઇ હતી. ત્યાર બાદ હવે સરકાર હરકતમાં આવી છે. સરકાર દ્વારા હવે જિલ્લા પોલીસ વડાને આદેશ અપાયા છે.
ADVERTISEMENT