Bhavnagar News: મહુવાની સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શન આપ્યા બાદ 10 દર્દીઓ તરફડિયા મારવા લાગ્યા, 1નું મોત
Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા સરકારી હોસ્પિટલમાં રવિવારે રાત્રે અચાનક 10 જેટલા દર્દીઓને રીએક્શન આવ્યા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડમાં 11થી 12 દર્દીઓ સારવાર હેઠળ હતા.…
ADVERTISEMENT
Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા સરકારી હોસ્પિટલમાં રવિવારે રાત્રે અચાનક 10 જેટલા દર્દીઓને રીએક્શન આવ્યા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડમાં 11થી 12 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં કેટલાક દર્દીઓને ઈન્જેક્શન આપ્યા બાદ રીએક્શન આવતા બેડ પર જ તરફડિયા મારવા લાગ્યા હતા. સ્થિતિ એવી થઈ ગઈ કે અમુક દર્દીને બાંધી રાખવા પડ્યા હતા. જ્યારે એક 22 વર્ષના યુવકનું મોત થઈ ગયું.
તાવ, શરદી-ઉધરસના દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ હતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રવિવારે રાત્રે મહુવાની જનરલ હોસ્પિટલમાં 10થી 12 જેટલા દર્દીઓ શરદી, ઉધરસ અને તાવની સારવાર લઈ રહ્યા હોવાથી એડમિટ કરાયેલા હતા. દર્દીઓને દવાના ભાગ રૂપે ઈન્જેક્શન મારવામાં આવ્યા હતા. ઈન્જેક્શન આપ્યાની થોડી જ વારમાં તમામ દર્દીઓને રીએક્શન આવવા લાગતા તેઓ તરફડીયા મારવા લાગ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ દર્દીઓને આપવામાં આવેલી બોટલ અને સીરિંજ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે આમ થયું હોઈ શકે છે.
6 દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયા
દરમિયાન 6 જેટલા દર્દીઓની સ્થિતિ વધુ વણસતા તેમને શહેરની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 22 વર્ષના એક દર્દીનું મોત થઈ ગયું હતું. ઘટનાને લઈને દર્દીઓના સ્વજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલના RMO દ્વારા બધુ બરાબર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT