નેતાઓ શરમ કરો- ભાવનગરની મહુવા બેઠક પર શાળા-પીવાના પાણી જેવા મુદ્દે ‘મતનો બહિષ્કાર’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં હાલ નેતાઓમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગુલાંટ મારવાની સિઝન ચાલી રહી છે ત્યાં હાલ મતદારો માટે પણ જાણે મોકાનો સમય હોય તેમ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે સામાન્ય દિવસોમાં કરેલી રજૂઆત અને હાલમાં વ્યક્ત કરેલી નારાજગી વચ્ચે ઘણું અંતર છે તે સત્ય છે. મહુવા બેઠક પર મતદાનનો વિરોધ કરીને મતદારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિક નેતાઓ પર આકરા થયેલા લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય કરી તેના બેનર્સ લગાવી દીધા છે. જોકે અહીં બહિષ્કાર કરનારા વિસ્તારો દ્વારા એવા મુદ્દાઓ મામલે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જે મુદ્દાઓ જોતા લાગે કે આટલી પાયાનની જરૂરિયાતો પણ નેતાઓ પુરી ન કરી શક્યા તો નેતાઓને શરમ જરૂર આવવી જોઈએ.

આ બેઠક પર ભાજપના આ નેતાની હતી જવાબદારી
હાલમાં ચૂંટણી ટાંણે જ્યાં નેતાઓને લોકોના ટેકાની જરૂર હોય ત્યાં નેતાને પરસેવો છોડાવી દેવા જેવા બનાવો પણ બને છે. આવો જ એક બનાવ મહુવા બેઠકના હેન્ડલનગર, રામદૂત નગર, હુસૈનીનગર વિસ્તારમાં શાળા, પાણી, આરોગ્ય જેવી સુવિધાઓને લઈને મતદાતાઓ નારાજ થયા છે. સ્વાભાવીક રીતે આ માગણીઓ જે મતદાતાઓ કરી રહ્યા છે તે આઝાદીના આટલા વર્ષો પછી પણ ન મળવી તે નેતાઓ જ નહીં પરંતુ આપણા તમામ રાજકારણીઓ માટે શરમજનક છે. જ્યાં વિશ્વ ગુરુ બનવાના બણગાં ફૂંકવામાં આવતા હોય ત્યાં હાલ પણ મતદાતાઓને પાણી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર મતદાનનો બહિષ્કાર કરવામાં આવે તે કેટલું સહન થાય તેમ છે? આપને અહીં જણાવી દઈએ કે ભાવનગરના મુહવાની બેઠક પર વર્ષ 2017માં રાઘવભાઈ મકવાણા ચૂંટાઈ આવ્યા હતા.

ADVERTISEMENT

બેનરમાં લખ્યું…
અહીંના લોકોએ વિસ્તારોમાં મતનો બહિષ્કાર હેડિંગ સાથે બેનર્સ લગાવી દીધા છે. જેમાં તેમણે લખ્યું છે કે, અમારી માગ સરકારી સુવિધાઓ રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય, શિક્ષણ, શાળાઓ, ભૂગર્ભ ગટરોના પાણીના નિકાલ તેમજ અન્ય સુવિધાઓનો લાભ નહીં તો આગામી 99 મહુવા વિધાનસભામાં મતનો બહિષ્કાર કરવામાં આવશે.

(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT