તો… મહીસાગરના 12 ગામોમાં ફરી વળશે પાણી, મહીસાગરના ભાદર ડેમની દીવાલ ધારશાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગર: જિલ્લામાં ખાનપુર તાલુકામાં ભાદર નદી પર બનવવામાં આવેલ ભાદર ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા ખાનપુરના ગ્રામજનો ચિંતિત. ભાદર ડેમમાં હાલ અંદાજિત 50 ટકા કરતા વધારે પાણી સંગ્રહિત છે ત્યારે દીવાલ ધરાશાઈ થતાં લોકોના જીવ તાળવે ચોંટયા છે. જો ડેમને કોઈ નુકશાન થાય તો એક તરફ ખાનપુરના 12 ગામો બેટમાં ફેરવાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે બીજી તરફ આકરા ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

ભાદર ડેમમાંથી નીકળતી ભાદર મુખ્ય કેનાલ કે જેની લંબાઈ 41 કિલોમીટર છે. આ કેનાલ મારફતે ખાનપુર અને લુણાવાડા તાલુકાને ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. ત્યારે આ કેનાલનો કમાન્ડ વિસ્તાર છ હઝાર હેકટર જમીન છે. આ તમામ જમીન ભાદર ડેમમાંથી નીકળતી ભાદર કેનાલ મારફતે પિયત થાય છે, અને આ કેનાલ નો અંત જિલ્લાના વરધરી પાસે આવેલ સ્વરુપ સાગર તળાવમાં થાય છે. અને આ તળાવ જિલ્લાનું સૌથી મોટું તળાવ છે. ત્યારે આ ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા લોકોમાં આફતના વાદળા બંધાયા છે.

50 ટકા કરતા વધારે પાણી સંગ્રહિત
ભાદર નદી પર બનેલ ડેમમાં ઉપરવાસમાં રાજસ્થાન રાજ્યમાં વરસાદ થાય અને ત્યાંથી આ ડેમમાં પાણીની આવક થતી હોય છે. ત્યારે ભાદર ડેમની સાઈડની દીવાલ ધારશાઈ થતા ખાનપુરના ગ્રામજનો ચિંતિત. ભાદર ડેમમાં હાલ અંદાજિત 50 ટકા કરતા વધારે પાણી સંગ્રહિત છે. આ ડેમને કોઈ વધુ નુકશાન થવાનો ડર લોકોને સતત સતાવી રહ્યો છે.

ADVERTISEMENT

તો 12 ગામો બેટમાં ફેરવાય જશે
મહીસાગર જિલ્લામાં આવેલ ભાદરડેમની સાઈડ દીવાલ અચાનક ધરાસાય થતા ખાનપુર તાલુકામાં ચિંતાનો માહોલ છે. ત્યારે દીવાલ તૂટતા ડેમની સુરક્ષાને લઈ ને પણ લોકો ચિંતિત છે કે જો ડેમને કોઈ અસર થાય તો ખાનપુરના 12 ગામો બેટમાં ફેરવાય જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT