પ્રેમ અને અભ્યાસમાં નિષ્ફળ થતા કિશોરે પોતાના જ ઘરમાં કરી લૂંટઃ પિતાની FIR પર તપાસ કરતા મહિસાગર પોલીસે ખોલ્યો ભેદ
વિરેન જોશી.મહિસાગરઃ મહિસાગર (Mahisagar)ના લુણાવાડામાં એક બાળ કિશોરે પોતાના જ ઘરમાં લૂંટનું તરકટ રચ્યું અને પિતા સહિત પોલીસને જબ્બર દોડધામ કરાવી દીધી. કિશોરે એવી કહાની…
ADVERTISEMENT
વિરેન જોશી.મહિસાગરઃ મહિસાગર (Mahisagar)ના લુણાવાડામાં એક બાળ કિશોરે પોતાના જ ઘરમાં લૂંટનું તરકટ રચ્યું અને પિતા સહિત પોલીસને જબ્બર દોડધામ કરાવી દીધી. કિશોરે એવી કહાની ઘડી કે પોતાને બે શખ્સો મારીને ઘરને વેરવિખેર કરી ગયા. પોલીસે સીસીટીવીથી લઈ બધું જ ફેંદી માર્યું કશું જ ના મળ્યું તો બાળકની આગવી ઢબે પુછપરછ કરતા બધો ભાંડો ફૂટ્યો.
મહિસાગરના લુણાવાડામાં આવેલી એક સોસાયટીમાં રહેતા રમેશભાઈના ઘરે 23 ઓગષ્ટને બુધવારના દિવસે ઘરમાં ધોળા દિવસે લૂંટ થયાની ફરિયાદ લુણાવાડા પોલીસને મળે છે. જેથી પોલીસ તાત્કાલિક દોડતી થઈ જાય છે અને જ્યાં લૂંટ થઈ હતી તે ઘરની મુલાકાત લે છે. ઘરમાં ઘર વખરી અસ્ત વ્યસ્ત જોવા મળે છે અને ઘર માલીકનો પુત્ર (બાળ કિશોર) ઘાયલ થયેલો જોવા મળે છે. જેથી પોલીસ છોકરાની પુછ પરછ કરે છે પરંતુ ઘાયલ છોકરો હોસ્પિટલમાં પહેલા સારવાર કરવા લઇ જવાનું કહેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી પોલીસ લૂંટની ગંભીરતા સમજી તપાસ શરૂ કરે છે.
ધોળા દિવસે લૂંટનો ગુનો બનતા પોલીસ એક્શનમાં
લુણાવાડા ટાઉન પો.સ્ટેમાં 23 ઓગષ્ટને બુધવારે રમેશભાઈએ ફરિયાદ આપી કે પોતાના પુત્ર (બાળ કિશોર)ને ઘરમાં એકલો હોઇ કોઇ બે અજાણ્યા ઇસમોએ ઇજા કરી તથા મોબાઇલ તોડી નાખીને તેમજ ઘરમા સામાન અસ્તવ્યસ્ત કરી નુકસાન કરીને ભાગી ગયા છે. જે મુજબની લૂંટની કોશીષનો ગુનો દાખલ થાય છે અને લૂંટમાં કોઈ સામાન ચોરાયો નથી પરંતુ લૂંટ ધોળે દિવસે થઈ હોવાથી જિલ્લા પોલીસ અધિક્ષકે ગુનાની ગંભીરતા સમજી આ ગુનો ડીટેક્ટ કરવા એસ.ઓ.જી પી આઈ, એસ.ઓ.જી, એલ.સી.બી સ્ટાફના માણસો તથા લુણાવાડા ટાઉન પી આઈ તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે લૂંટની ઘટના જે ઘરે બની હતી તે ગુનાના બનાવ સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી ચેક કર્યા હતા. તેમજ આજુબાજુના રહેણાક વિસ્તારમાં માણસોની પુછપરછ કરવામાં આવી પરંતુ લૂંટના બનાવને સમર્થન આપતી કોઇ ફળદાયી હકીકત મળી આવતી ન્હોતી. જેથી બનાવ બાબતે શંકા જતા લૂંટમાં ભોગબનનાર બાળ કિશોરને પોલીસ દ્વારા અલગ અલગ રીતે ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
ADVERTISEMENT
બનાસકાંઠાઃ ખેડૂતો પાસે ખરીદાવ્યા 52 ટ્રેક્ટર પછી રફુચક્કર, 23 ટ્રેક્ટર સાથે બે પકડાયા
બાળ કિશોરની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો આવી સામે
ધોળે દિવસે થયેલી લૂંટમાં કોઈ લૂંટારા સામેલ હતા નહીં પરંતુ ફરિયાદી રમેશભાઈના બાળ કિશોર પુત્રએ જ તરકટ રચ્યું હતું. લૂંટનું નાટક અને આ સમગ્ર બાબતે જ્યારે લૂંટની તપાસ કરી રહેલી પોલીસની ટીમે ફરિયાદીના પૂત્ર એવા બાળ કિશોરની પુછ પરછ કરી તો બાળ કિશોરે પોતે આવો કોઇ બનાવ બનેલો ન હોવાનું અને પોતે માત્ર વાર્તા ઉપજાવી કાઢેલીનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું કે પોતે ધોરણ ૧૦ મા વારંવાર નાપાસ થતો હોય તેમજ પોતાને જે છોકરી જોડે પ્રેમ સંબધ હોય તેણે પણ સબંધ તોડી નાખતા પોતે સતત હતાશ થઇ ગયો હતો અને આ હતાશામાં તથા ગુસ્સામાં આવીને મોબાઇલ તોડી નાખ્યો હતો. જે છોકરીને તે પ્રેમ કરતો હતો તેને રૂબરૂ મળી મનાવવા માટે તેને બહાર ગામ જવા માટે પૈસાની જરૂર હોય ઘરમાં પૈસા શોધવા તેણે ઘરનો સામાન વેરવિખેર કરી નુકસાન કર્યું હતું. જોકે પૈસા ના મળતા પોતાનો મોબાઇલ પણ ગુસ્સામાં તોડી નાખ્યો, હવે માતા પિતા ઘરે આવશે અને ઠપકો આપશે, મોબાઈલ કેમનો તૂટ્યો તો પોતે શું જવાબ આપશે? એ બીકથી પોતે પોતાની જાતે જ ઇજા કરી અને કોઇ બે અજાણ્યા ઇસમો ઘરમાં આવીને લૂંટની કોશીશ કરેલાની વાર્તા ઉપજાવી કાઢી હતી. આમ આ સમગ્ર લૂંટની ઘટના કોઈ લૂંટારા ઘરે આવ્યા ન હતા પરંતુ પ્રેમ અને અભ્યાસમાં નિષ્ફળતા મળતા યુવકે પોતાનાજ ઘરમાં લૂંટનું નાટક રચીને પોલીસને દોડતી કરી હતી ત્યારે શિક્ષિત માતા પિતાએ પણ પોતાના પુત્રને પહેલા સધળી પૂછ પરછ કરવાની જરૂરું હતી પરંતુ પૂત્ર મોહમાં શિક્ષિત પરિવારે પોતાના પુત્રના કારસ્તાન ધ્યાને ન લીધા અને ધોળે દિવસે લૂંટ થઈ છે માટે ફરિયાદ તો કરવી જ પડશે અને ફરિયાદ નોંધાવી ત્યારે લૂંટારું તો કોઈ અન્ય નહીં પણ લૂંટનું નાટક ઉભું કરનાર પોતાનો છોકરો જ નીકળ્યો. હવે પોલીસે આ કેસમાં કાયદેસર રીતે જે થતી હોય તે કાર્યવાહી કરવાની થશે. જોકે બાળકની ઉંમરને ધ્યાનમાં લઈ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે કોર્ટ જે નિર્ણય કરે તે ગ્રાહ્ય રાખવાનો થાય તેવું પણ બને!
અત્રે અન્ય શિક્ષિત મા-બાપ માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કારણકે આ પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ આ બાળ કિશોર પ્રેમ અને અભ્યાસથી તો નાસીપાસ થયો જ હતો. સાથે સાથે મોબાઈલમાં ક્રાઇમ પેટ્રોલ તેમજ સાવધાન ઇન્ડિયા જેવી સિરિયલ તેમજ અન્ય ક્રાઇમ સિરિયલ પણ જોતો હતો. આમ નાની ઉંમરમાં મોબાઈલ જો જ્ઞાન મેળવવા વાપરવામાં આવે તો મોબાઈલ આશીર્વાદ રૂપ છે પણ આજ મોબાઈલ તમને ક્રાઇમ કેવી રીતે કરવો તે શીખવાડે તો મોબાઈલ વપરાશ શ્રાપ રૂપ સાબિત થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT