મહીસાગરઃ ચિક્કાર દારુ પીધેલા આચાર્ય શિક્ષણાધિકારીના હાથે ઝડપાયાઃ થયો પોલીસ કેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગરઃ મહીસાગરમાં શાળાના આચાર્ય ચિક્કાર દારુ ઢીંચેલી હાલતમાં જિલ્લા પાથમિક શિક્ષણાધિકારીના હાથ ઝડપાઈ ગયા હતા. જેને લઈને તેમની સામે અધિકારીએ કાયદાકીય પગલા લઈ પાઠ ભણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે જેમાં સરકારી શાળાના શિક્ષકો દારુ ઢીંચેલી હાલતમાં બાળકો સામે આવ્યા હોય. આવી ઘટનાઓને ચલાવી લેવાય તેમ બિલકુલ ના હોઈ ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આ ઘટનામાં પણ કાર્યવાહી થઈ છે. આચાર્યને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.

શિક્ષણજગતને શરમમાં મુક્તી ઘટના
મહીસાગરના કડાણા તાલુકામાં આવેલી વાછલાવાડા પ્રાથમીક શાળાની આકસ્મિક તપાસ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી આવી પહોંચ્યા હતા. જેને લઈને જિલ્લાના બેદરકાર શિક્ષકોમાં તો ફફડાટ હતો જ પરંતુ અહીંની શાળાના આચાર્યના પગ વધારે લથડવા લાગ્યા હતા. આ શાળાના આચાર્ય સરદાર માલીવાડ શંકાસ્પદ હાલતમાં તેમને જણાઈ આવ્યો હતો. રાજપાઠ હોય તેમ આચાર્ય અહીં કામ કરતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આચાર્યને સારી રીતે પાઠ ભણાવવામાં આવી રહ્યો છે.

લ્યો બોલો, અમદાવાદમાં અંડરગારમેન્ટ્સની ચોરી મામલે થઈ બબાલ, 10 ઘાયલ 20 ની ધરપકડ

પોલીસવાનમાંથી ઉતર્યા પછી પણ ઝૂમ બરાબર ઝૂમ
પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબાએ પોતાના વાહનમાં આચાર્યને બેસાડી ડીટવાસ પોલીસને જાણ કરી હતી. દરમિયાન રસ્તામાં પોલીસના વાહન સામે મળતા આચાર્યને પોલીસની વાનમાં બેસાડી ડીટવાસ પોલીસ મથકે લઈને પહોંચ્યા હતા. જ્યાં પણ આ ઝૂમ બરાબર ઝૂમની જેમ લથડિયા મારતો જોવા મળ્યો હતો. આખરે પોલીસે આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)

    follow whatsapp

    ADVERTISEMENT