મહિસાગરમાં વિચિત્ર કિસ્સો: 'બૈરું' કરડતા પતિ ડોક્ટર પાસે પહોંચ્યો! સરકારી હોસ્પિટલનું કેસ પેપર વાઈરલ
Mahisagar News: અત્યાર સુધી તમે આમ તો રખડતા શ્વાન કે વાનરના કરડવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ મહિસાગર જિલ્લામાં પત્નીના કરડવાની ઘટના સામે આવી છે. જે બાદ પતિ હોસ્પિટલ દવા લેવા પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
Mahisagar News: અત્યાર સુધી તમે આમ તો રખડતા શ્વાન કે વાનરના કરડવાના ઘણા કિસ્સાઓ સાંભળ્યા અને જોયા હશે, પરંતુ મહિસાગર જિલ્લામાં પત્નીના કરડવાની ઘટના સામે આવી છે. જે બાદ પતિ હોસ્પિટલ દવા લેવા પહોંચી ગયો હતો. ખાસ છે કે ઘટનામાં ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા પણ લખી આપી છે. હવે સોશિયલ મીડિયામાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાઈરલ થતા લોકો ચોંક્યા છે. જોકે Gujarat Tak આ વાઈરલ કેસ પેપરની પુષ્ટિ કરતું નથી.
પત્નીએ બચકું ભરતા પતિ હોસ્પિટલ પહોંચ્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહિસાગર જિલ્લાના વીરપુરમાં એક પતિને પત્નીએ બચકા ભર્યા હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયામાં હાલ સરકારી હોસ્પિટલના નામનો એક કેસ પેપર વાઈરલ થઈ રહ્યો છે. આ કેસ પેપરમાં 'બૈરું કરડ્યા'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડોક્ટરે પતિને દવા લખી આપી
ચોંકાવનારી બાબત એ છે કે સરકારી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઈજાગ્રસ્ત પતિને તપાસીને અલગ-અલગ દવાઓ લખી આપી હતી. કેસ પેપરની માહિતી પરથી લોકો અંદાજ લગાવી રહ્યા છે કે પત્નીએ પતિને બચકું ભરતા ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા લખી આપી છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વાઈરલ થયેલું હોસ્પિટલનું કેસ પેપર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT