‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ’ મહિસાગરમાં 2 વર્ષ પહેલા બનેલો બ્રિજ તૂટી ગયો, 40 વર્ષ જૂનો બ્રિજ ફરી શરૂ કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Mahisagar News: ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમો છલકાઈ જતા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. કડાણા તાલુકામાં પણ ભારે વરસાદ બાદ બે વર્ષ પહેલા જ બનેલા બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જે બાદ વાહન વ્યવહાર માટે 40થી વધુ વર્ષ જૂનો બ્રિજ ફરીથી ઉપયોગમાં લેવાની ફરજ પડી હતી.

2 વર્ષ જૂનો બ્રિજ ધોવાઈ ગયો

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલો 40થી વધુ વર્ષ જૂનો ઘોડિયાર બ્રિજ ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરવાની ફરજ પડી છે. આ પાછળનું કારણ છે, બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાયો હતો, જે બે વર્ષમાં જ જર્જરીત થઈ જતા આખરે તેને બંધ કરવાની ફરજ પડી હતી. આ બ્રિજનું ઉદ્ધાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનેલા નવા ઘોડીયાર બ્રિજનો એપ્રોચ રોડ અને ક્રેસ બેરિયક કડાણા ડેમના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા. જોકે બ્રિજ બંધ થતા ફરી જૂનો બ્રિજ લોકો માટે ઉપયોગી બન્યો હતો.

અંબાજી જતા પદયાત્રીઓ માટે જૂનો બ્રિજ આશીર્વાદ બન્યો

નવો બ્રિજ ગ્રામજનો માટે તેમજ અંબાજી જતા પદ યાત્રીઓ માટે શ્રાપ રૂપ જ્યારે જુનો પુલ બન્યો આશીર્વાદ રૂપ બન્યો હતો. ખાસ છે કે, તાત્રોલી બ્રિજ પણ વર્ષો પહેલાં નિર્માણ પામ્યો હોવા છતાં આટલા પાણીના પ્રવાહમાં ધોવાયા બાદ પણ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો. ત્યારે નવા બનેલા બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT

(વિરેન જોશી, મહિસાગર)

    follow whatsapp

    ADVERTISEMENT