મહિસાગરઃ NOC માટે 30 હઝારની લાંચ લેતા ફાયર ઓફિસરને રંગે હાથ ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લાના ઈન્ચાર્જ વિભાગીય ફાયર અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને રૂપિયા ત્રીસ હઝારની લાંચ લેતા લુણાવાડા એસટી બસ સ્ટેન્ડ પાસેથી મહિસાગર એ સી બી એ રંગે હાથે ઝડપી પડ્યા છે. આ જે આવી જ એક ઘટના ખંભાતમાં પણ બની છે. ત્યાં પણ એનઓસી માટે 40 હજાર રૂપિયાની લાંચ લેતા ફાયર વિભાગના અધિકારીને એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

UAE ગુમ થયેલા પુત્રને શોધવા પહોંચ્યું દંપત્તી, પુત્રને જોયો તો પગ તળેથી જમીન સરકી ગઇ

કેવી રીતે ઝડપાયા અધિકારી

ફરિયાદીએ સને.૨૦૨૧ મા પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલી હતી. જેની એન.ઓ.સી. રિન્યુ કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળ્યો હતો. જેથી ફરિયાદીએ પાંચ એપ્રિલ 2023 ના રોજ ગોધરા નગરપાલીકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી. રિન્યુ કરવા અરજી કરી એન.ઓ.સી. રિન્યુ કરવા માટેની ભરવાની થતી ફી રૂપિયા ૩૫૦૦ ભરેલી તેમ છતા એન.ઓ.સી. રિન્યુ ન થતા ત્રણ જુલાઈ 2023 ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ વિભાગીય ફાયર અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને મળતા એન.ઓ.સી. આપવા માટે રૂપિયા ત્રીસ હઝારની માંગણી કરેલ જેથી ફરિયાદીએ પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને રૂપિયાની સગવડ થયેથી આપી દેવા જણાવ્યું હતું. લાચિયા અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીએ એન.ઓ.સી.આપી. ત્યાર બાદ લાચિયા અધિકારી ફરિયાદીના મિત્રોને આપેલી એન.ઓ.સી. રદ કરવા અંગેની વાતચીત કરતા ફરિયાદીએ લાચિયા અધિકારી સાથે તેઓના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા લાચિયા અધિકારી પ્રવિણસિંહ ત્રીસ હઝાર રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. જેથી એ સી બી એ છટકું ગોઠવી આજરોજ લાંચના રૂપિયા આપવા બોલાવેલ છટકા દરમ્યાન ફરિયાદી સાથે લાચિયા અધિકારીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના ત્રીસ હઝાર રૂપિયા સ્વીકારતા રંગે હાથે પકડાઇ ગયો હતો. આરોપી એવા લાચિયા અધિકારી પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT